GSTV
Home » News » તહેવારોના ટાંણે વડોદરાનું આરોગ્ય વિભાગ જાગ્યુ, શહેરમાંથી લીધા ચિક્કીના નમુના

તહેવારોના ટાંણે વડોદરાનું આરોગ્ય વિભાગ જાગ્યુ, શહેરમાંથી લીધા ચિક્કીના નમુના

વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ચીક્કીનું વેચાણ કરતા દુકાનદારો પાસે નમૂના લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિકા દ્વારા બે જુદી જુદી ટિમ બનાવી ચેકીંગ હાથ ધરાયુ હતું. વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજે બે ટિમ બનાવી અને શહેરના જુદા જુદા વિસ્તારમાં વેચાઈ રહેલી પેકિંગ સાથેની ચીકીના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉત્તરાયણ પર્વમાં હવે વિવિધ ગૃહઉદ્યોગ અને ખાનગી ઉત્પાદનના લેબલ સાથેની ચીક્કી અને તલના લાડુ સહિતની વાનગીઓ વેચાણમાં જોવા મળી રહી છે. જ્યારે આ વાનગી કેટલાક અંશે મિલાવટ અને ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવતું નથી. જેને લઈને પાલિકા દ્વારા આવા ઉત્પાદનોની ગુણવત્તા ચકાસવા માટે નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બે ટિમ બનાવી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં દુકાનોમાં વેચાતી ચીક્કીના નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે આ નમૂનાને લેબમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

Related posts

ભારતના દાનવીરોમાં જેનું નામ ટોચ પર છે તેવા વ્યક્તિ પર બનાવશે અશ્વિની ઐય્યર ફિલ્મ

Dharika Jansari

બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલ ખાનગી ઈજનેરી કોલેજોને વિદ્યાર્થી ન મળતા, આખરે કઢાયો આ રસ્તો

Mayur

આનંદ એલ. રાયની ફિલ્મમાં મોટા ગજાની અભિનેત્રીઓ પહેલીવાર સાથે કરશે કામ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!