GSTV

ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે, PSIએ હવામાં ચાર ભડાકા કર્યા અને પછી ટોળા સામે જ ફરિયાદ દાખલ કરી

વડોદરાના તરસાલીના રવિપાર્ક વિસ્તારમાં પીએસઆઈ દ્વારા કરાયેલા ફાયરિંગ કેસમાં ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે સરાજાહેર ફાયરિંગ કરનારા પીએસાઈએ જ ટોળા સામે ફરિયાદ કરી છે. પરંતુ ઘાયલ શખ્સની ફરિયાદ સ્વીકારવામાં આવતી ન હોવાનો આક્ષેપ લાગ્યો છે.

તરસાલી રવિ પાર્ક ચાર રસ્તા પાસેના પાનના ગલ્લા પર સોમવારે રાત્રે સિવીલ ડ્રેસમાં દરોડો પાડવા ગયેલા પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા સાથે વેપારીના પુત્રની ઝપાઝપી થઈ હતી. જે બાદ ત્યાં રહેલા ટોળાએ સર્વિસ રિવોલ્વર ખૂંચવવાની કોશિશ કરતા પીએસઆઇએ 4 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

જેમાં વેપારીના પુત્ર સિમીત પ્રજાપતિને પેટમાં 3 ગોળી વાગતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.બીજીતરફ, ફાયરિંગ કરનારા પીએસીએ જ પાંચ શખ્સો સામે હત્યાની ફરિયાદ કરતા ચોર કોટવાલ કો દાંટે તેવો ઘાટ સર્જાયો છે. ઘાયલ સુમિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પંરતુ તેના પરિવારજનોની ફરિયાદ પોલીસ સ્વીકારતી ન હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!