GSTV

વડોદરા/ ફતેગંજ પોલીસ મથક કસ્ટડીયલ ડેથ મામલે તપાસનો ધમધમાટ, આરોપીનો મૃતદેહ કેનાલમાં પધરાવી દેવાઈ હોવાની આશંકા

વડોદરા શહેરના  ફતેગંજ પોલીસ મથક કસ્ટડીયલ ડેથ મામલે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે બાબુ શેખની લાશને કેનાલમાં પધરાવી દેવાઇ હોવાની આશંકાને લઇ સીઆઈડી દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે બીજી તરફ સીઆઇડીના વડાની નજર તળે ટીમ બાબુ શેખની લાશ શોધવા છાણી કેનાલ પહોંચી છે .નડિયાદનું એસઆરપી ગ્રુપ,રેસ્કયુ ટીમ પણ વડોદરામાં આવી પહોંચી છે.

બાબુ શેખની લાશ શોધવા છાણી કેનાલ પહોંચી

સાથે જ વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કેનાલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ લાશની શોધખોળ દરમિયાન કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના લીધે વડોદરા શહેરમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. આ પાણી કાપથી શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં 3 લાખ લોકોને પાણી નહીં મળે .મહત્વપૂર્ણ બાબત છે કે કસ્ટડીયલ ડેથ મામલે પીઆઇ, પીએસઆઇ સહિત 6 પોલીસકર્મી જેલમા છે.

કસ્ટડીયલ ડેથ મામલે પીઆઇ, પીએસઆઇ સહિત 6 પોલીસકર્મી જેલમા

READ ALSO

Related posts

ગુજરાતમાં મૃત્યુદરમાં થયો અધધ વધારો, આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર થવાના એંધાણ

Nilesh Jethva

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah

કાર્તિકી પૂર્ણિમા : રાજ્યના આ ઐતિહાસિક શહેરમાં આવેલુ છે 250 વર્ષ જૂનુ ભગવાન કાર્તિકેયનું મંદિર, વર્ષમાં એકવાર ભક્તો કરી શકે છે દર્શન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!