GSTV

વડોદરા: કાંટાની રહી ટક્કર, ભાજપ અને કોંગ્રેસના વિજેતા ઉમેદવારોએ કરી જીતની ઊજવણી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તા.૨૧ના રોજ યોજાયેલી ચૂંટણી બાદ હવે આજે તા.૨૩ના રોજ મતગણતરી હાથ ધરાનાર છે. સવારના નવ વાગ્યાથી શરૂ થનારી મતગણતરી દરમિયાન કોર્પોરેશનના કુલ ૧૯ વોર્ડ પૈકી સૌપ્રથમ વોર્ડ નંબર ૧,૪,૭,૧૦,૧૩ અને ૧૬નું પરિણામ જાહેર થઇ જશે. મતગણતરીમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટ અને બાદમાં ઇવીએમમાં પડેલા મતોની ગણતરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણીમાં આશરે ૪૮ ટકા મતદાન થયું છે.

11 બેઠક પર ભાજપ આગળ અને 6 બેઠક પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં-16માં બે બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. જ્યારે ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત થઈ છે. ​​​​​વોર્ડ નં-13માં 3 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણીમાં આશરે ૪૮ ટકા મતદાન

મતદાન બાદ સીલ કરેલા ઇવીએમ મતગણતરી માટે પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોગરૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવેલા સ્ટ્રોગરૂમ હવે આવતીકાલે ખૂલશે અને બાદમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાની સાથે હવે મતગણતરીમાં કોનો વિજય થશે તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. તંત્ર પણ મતગણતરીની તૈયારીઓમાં લાગી ગયું છે.

  • પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મૂકવામાં આવ્યા છે
  • વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામે આજે ત્રણ તબક્કામાં જાહેર કરવામાં આવશે
  • 21 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં વડોદરામાં 19 વોર્ડની 76 બેઠકો પર 47.84 ટકા મતદાન થયું હતું
વોર્ડ નંબરમતદાન(ટકાવારીમાં)
વોર્ડ નં-155.21
વોર્ડ નં-247.76
વોર્ડ નં-347.70
વોર્ડ નં-451.38
વોર્ડ નં-548.45
વોર્ડ નં-648.91
વોર્ડ નં-745.86
વોર્ડ નં-845.28
વોર્ડ નં-945.44
વોર્ડ નં-1048.47
વોર્ડ નં-1142.55
વોર્ડ નં-1247.87
વોર્ડ નં-1348.21
વોર્ડ નં-1446.24
વોર્ડ નં-1544.90
વોર્ડ નં-1650.78
વોર્ડ નં-1743.19
વોર્ડ નં-1852.37
વોર્ડ નં-1949.60
કુલ મતદાન47.84

મતગણતરી રૂમોમાં ઇવીએમમાં પડેલા મતોની ગણતરી માટે ઓછામાં ઓછા ૧૨ તેમજ વધુમાં વધુ ૧૪ કાઉન્ટિંગ ટેબલો ગોઠવવામાં આવ્યા છે. ત્રણ વોર્ડ માટે એક ચૂંટણી અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે છેલ્લા ચાર વોર્ડ માટે એક ચૂંટણી અધિકારી નિમાયા છે જેથી એક ચૂંટણી અધિકારી પાસેના વોર્ડ પૈકી પ્રથમ વોર્ડની પ્રથમ ગણતરીઓ કરવામાં આવશે. ટૂંકમા વોર્ડ નંબર ૧,૪,૭,૧૦,૧૩ અને ૧૬નું પરિણામ સૌપ્રથમ વખત જાહેર થશે ત્યાર બાદ વોર્ડ નંબર ૨,૫,૮,૧૧,૧૪ અને ૧૭નું રિઝલ્ટ જાહેર થશે. સૌથી છેલ્લે વોર્ડ નંબર ૧૯નું  પરિણામ જાહેર કરાશે. પ્રથમ તબક્કાનું પરિણામ લગભગ ૧૧ વાગ્યા સુધીમાં જાહેર થઇ જશે અને ત્યાર બાદ બપોરે બે વાગ્યા સુધી તમામ વોર્ડના પરિણામો જાહેર કરી દેવામાં આવે તેવી ગણતરી તંત્ર દ્વારા કરાઇ છે.

Related posts

અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ

pratik shah

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!