GSTV

વડોદરા શહેરમા ફાફડા જલેબીની મોજ માણવા લોકોએ રીતસરની લાઇન લગાવી

વડોદરા શહેરમા ફાફડા જલેબીની ખરીદી માટે લોકોએ રીતસરની લાઇન લગાવી હતી ફાફડા જલેબીના બજારો પર પણ મંદીની અસર વચ્ચે લાઇનમાં ઉભા રહી ફાફડા જલેબીની ખરીદી કરતા લોકો નજરે પડ્યા. શહેરમાં 300 કરતા વધુ ફરસાણની દુકાનોના વેપારીઓ દ્વારા ફાફડા જલેબીનું વેચાણ કરવામાં આવ્યું.

સવારથી જ શહેરના ન્યાય મંદિર, રાવપુરા, કરેલીબાગ, માંડવી, અલકાપુરી અને માંજલપુર સહિતના વિસ્તાર લોકો ફાફડા જલેબીની ખરીદી કરી..આ વર્ષે કોરોના મહામારીના પગલે તમામ ધંધા રોજગાર પર અસરો પડી છે. ત્યારે ખાણીપીણીનું બજાર પણ તેમાંથી બાકાત નથી. ફાફડા જલેબીના બજારો પર પણ મંદીની અસર જોવા મળી. દર વર્ષે ફાફડા જલેબી બનાવવા માટે ખાસ રાજસ્થાનથી કારીગરો આવતા હોય છે. જો કે આ વખતે તેઓને પણ કોરોના નડ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!