GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

ડ્રગ્સ

ગુજરાત એ.ટી.એસને મોટી સફળતા મળી છે. વડોદરાના સાવલી ખાતેથી ગુજરાત એટીએસને નશાનો સામાન મળી આવ્યો છે. સાવલીના મોક્ષી ગામ પાસે નેકટર કેમ નામની કેમિકલ કંપનીમાં એટીએસ અને SOGની ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાંખી પોલીસને 200 કિલો જેટલું MD ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપ્યો છે. જેની અંદાજિત કિંમત 1000 કરોડથી વધુ હોવાની આશંકા છે.

  • ગુજરાત એ.ટી.એસને મોટી સફળતા મળી
  • સાવલી ના મોક્ષી ગામે આવેલ કેમિકલ કંપની માં દરોડો.
  • નેક્ટરકેમ નામ ની કંપની માંથી મળી આવ્યો ડ્રગ્સ નો જથ્થો.
  • એ.ટી.એસ ના ઉચ્ચ અધિકારીઓ, એફ.એસ.એલ, પોલીસ ની વિવિધ બ્રાંચો મામલતદાર સહિત ના અધિકારી સ્થળ પર કરી રહ્યા છે વધુ તપાસ.

આશરે 1000 કરોડ રૂપિયા થી વધુનું ડ્રગ્સ મળ્યા હોવાની શંકા.

પોલીસને સ્થળ પરથી અંદાજીત કિલો MD ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ડ્રગ્સની કિંમત અંદાજે 1000 કરોડ રૂપિયાથી વધુની હોવાનું કહેવાઈ રહ્યું છે. જે અંગે હજી ગુજરાત એ.ટી.એસ દ્વારા કાર્યવાહી ચાલી રહી હોવાની પણ વિગતો મળી રહી છે. આ મામલે એ.ટી.એસ ના ઉચ્ચ અધિકારીઓ, એફ.એસ.એલ, પોલીસ ની વિવિધ બ્રાંચો મામલતદાર સહિતના અધિકારી સ્થળ પર વધુ તપાસ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ વડોદરાના સાવલીના મોક્ષી ગામની નેક્ટર કેમ્પ કંપનીની ફેક્ટરીમાં અલગ-અલગ પ્રકારના કેમિકલ બનાવવામાં આવતા હતા. ફેક્ટરીની પાછળના ભાગમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતા હોવાની માહિતી મળી હતી. આ અંગે જાણ થતા ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીની 25થી વધુ ટીમે ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ATSના ઉચ્ચ અધિકારીઓ, FSL ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read Also

Related posts

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માની પલ્લીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી

pratikshah

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah
GSTV