GSTV
Home » News » ડોક્ટરે ધમકી આપી હતી કે હું બોલાવું ત્યાં આવી જજે નહીં તો… આજે થઈ છે આવી હાલત

ડોક્ટરે ધમકી આપી હતી કે હું બોલાવું ત્યાં આવી જજે નહીં તો… આજે થઈ છે આવી હાલત

વડોદરામાં ફિઝિયો થેરાપિસ્ટ યુવતી પર દુષ્કર્મ મામલે ઝડપાયેલા લંપટ ડૉ. યશેષ દલાલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે લંપટ ડો.યશેષ દલાલની મુંબઇથી ધરપકડ કરી છે. આરોપી ડો.યશેષ દલાલ છેલ્લા ઘણા દિવસોથી ભાગતો ફરતો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચે હવે તેના રિમાન્ડ મેળવવાની કામગીરી પણ શરૂ કરી છે.

ન્યુરો સર્જને ડો.યશેષ દલાલે વ્હોટ્સએપ પર ફિઝિયોથેરાપીસ્ટ યુવતીના ન્યૂડ ફોટો મુકી વાયરલ કરતા સનસની મચી છે, જે બાદ યુવતીએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સૃષ્ટીલ હોસ્પિટલ ધરાવતા ડો.યશેષ દલાલે વર્ષ 2014થી 2017 દરમિયાન બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

યુવતીએ પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, ડો.યશેષ દલાલે મને એવી ધમકી આપી હતી કે, હું બોલાવું ત્યારે નહીં આવે તો મારી પાસે તારા પિક્ચર્સ અને ચેટિંગ મોબાઇલ ફોનમાં છે તેને જાહેર કરી દઇશ. જોકે તબીબે તે જાહેર કરી જ દીધા હતા.

Read Also

Related posts

છત્રી-રેઈનકોટ તૈયાર રાખજો, આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે

Mayur

સરકારી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી કમલનાથે બેસાડ્યો દાખલો, શિવરાજે માર્યો ગજબ ટોણો

NIsha Patel

દેશમાં 12 રાજ્યોના ગવર્નરો બદલાશે, ગુજરાતમાં પણ ઓપી કોહલીના ભવિષ્યનો થશે ફેંસલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!