GSTV
Gujarat Government Advertisement

વડોદરા/ ડેસરમાં આવેલુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બન્યુ શોભાના ગાંઠિયા, મહિનામાં ફક્ત 10 જ દિવસ આવે છે ડોક્ટર્સ

Last Updated on October 14, 2020 by Pravin Makwana

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન છે. અહીં ચોવીસે કલાક ડોક્ટર હાજર રહે તેવી વ્યવસ્થા નથી. તો ડોક્ટર મહિનામાં 10 જ દિવસ હાજર હોય છે. દર્દીઓને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે.

જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ડેસરમાં અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું, ત્યારે ચોવીસે કલાક ડોક્ટર હાજર રહેતા હતા, પરંતુ જ્યારથી તમામ સુવિધા યુક્ત સામુહિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે ત્યારથી વહીવટ ખાડે ગયો છે અને દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે અને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર કરવા મજબૂર બન્યા છે.

હાલ અહીં તબીબી સ્ટાફની પણ ઘટ છે. મેડિકલ ઓફિસર કલ્પનાબેન શાહને પૂછતા તેમણે માહિતી આપવાથી ઈન્કાર કરી દીધો હતો. તો સીડીએસઓ ઉદયસિંહ રાવતે કાયમી ડોક્ટર મુકવાની વાતનો એવો ઉડાઉ જવાબ આપ્યો તમે શોધી લાવો અમે ઈન્ટરવ્યુ લેવા બેઠા છીએ. તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!