GSTV

મામલો વકર્યો / બરોડા ડેરી વિવાદ પહોંચ્યો છેક ગાંધીનગર, સી.આર.પાટીલના નિવાસસ્થાને સત્તાધિશોની બેઠક

Last Updated on September 22, 2021 by Dhruv Brahmbhatt

બરોડા ડેરીના સત્તાધીશો સામે ભાવફેરની રકમ મામલે નિવેડો ન આવતા આંદોલનના મંડાણ છે. ત્યારે સમગ્ર વિવાદના સુખદ અંત આવે તે માટે ગાંધીનગરમાં બેઠક યોજાવવા જઈ રહી છે. ગાંધીનગરમાં સી.આર. પાટીલના નિવાસ સ્થાને આજે બરોડા ડેરીના સત્તાધિશોને બોલાવવામાં આવ્યાં છે અને તેઓ સમગ્ર વિવાદના સુખદ ઉકેલ પર ચર્ચા કરશે.

Baroda-Dairy

ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ગઈ કાલે ધરણાં યોજતા નેતાઓ દોડતા થઇ ગયા હતાં

ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ગઈ કાલે ધરણાં યોજતા નેતાઓ દોડતા થયા હતાં. કેતન ઇનામદારે ગાંધીનગરમાં સી.આર પાટીલ સાથે બેઠક કરી. આ પહેલા ઈનામદારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથેની બેઠકમાં કોઇ સમાધાન નહીં થાય તો ગુરૂવારે સભાસદો અને પશુપાલકો સાથે મળીને હલ્લાબોલ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

બરોડા ડેરી અને પશુપાલકો વચ્ચેનો વિવાદ વકરતો નજરે ચડી રહ્યો છે. ડેરી સામે બાયો ચડાવવા ધારાસભ્યોની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળવા પામી હતી. જે અંગે મંજૂરી ન હોવા છતાં 50થી વધુ પશુપાલકો સમર્થન માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં ડેરી વિરુદ્ધ લડત ચલાવવા રણનીતિ નક્કી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો બીજી તરફ પક્ષમાં વિરોધનો વંટોળ ના ફૂંકાય તે માટે સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે.

બરોડા ડેરીમાં દૂધના ભાવફેર રકમની ચુકવણી મુદ્દે પશુપાલકોના સમર્થનમાં ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડા ડેરી વિરુદ્ધ લડત ચલાવવા મેદાનમાં ઉતર્યા છે તેમના સમર્થનમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, અક્ષય પટેલ, શૈલેષભાઈ મહેતા પણ જોડાયા છે. જ્યારે સાંસદ રંજનબેન ભટ્ટને ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા ધારાસભ્યો અને બરોડા ડેરી વચ્ચે સમાધાન હેતુ પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે મળેલી  બેઠકમાં સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા આજે પશુપાલકોની ઉપસ્થિતિમાં ધારાસભ્યોએ અલકાપુરી સરકીટ હાઉસ ખાતે ધરણાં યોજયા હતા. પશુપાલકોએ  સૂત્રોચ્ચાર કર્યા હતા કે, કેતન ભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. 50થી વધુ પશુપાલકો સર્કિટ હાઉસ ખાતે એકત્ર થયા હતા.

હવે આ સમગ્ર મામલો મોવડીમંડળ સુધી પહોંચતા આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બેઠક યોજી શકે છે. હાલ કેતન ઇનામદારને સી.આર.પાટીલ તરફથી આશ્વાસન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે વિવિધ તાલુકાઓમાંથી વડોદરા આવી રહેલા પશુપાલકોની દુમાડ ચોકડી ખાતેથી જ પોલીસે અટકાયત કરી હતી. મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર દ્વારા બરોડા ડેરી ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ હવે ભારતીય જનતા પાર્ટી વડોદરામાં વિખવાદ જગ જાહેર થયો છે. એક તબક્કે એવી પણ વાતો વહેતી થઈ છે કે, મંત્રી મંડળની રચનામાંનો રિપીટ થિયરી અમલી કરવામાં આવી છે તે પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં પણ થઈ શકે છે અને બરોડા ડેરીના સત્તાધીશો એમાં ઝંપલાવવાના હોય ધારાસભ્યોમાં ફફડાટ પેસ્યો છે.

READ ALSO :

Related posts

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!