GSTV

રાજકીય ગરમાવો / બરોડા ડેરીનો વિવાદ વધુ વકર્યો, ભાજપના બોર્ડ વિરુદ્ધ ભાજપાના જ ધારાસભ્યે મોરચો ખોલ્યો

Ketan Inamdar

Last Updated on September 5, 2021 by Zainul Ansari

બરોડા ડેરીનો વિવાદ વધુ વકર્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ડેરીના સભાસદો અને પશુપાલકો સાથે બેઠકનું આયોજન કર્યું. જેમાં કેતન ઇનામદારે પશુપાલકો માટે અવાજ ઉઠાવ્યો છે જેના સમર્થન અને દુધ ઉત્પાદન સંઘ તરફથી પડતી મુશ્કેલીને લગતા પ્રશ્નો અંગે બેઠક યોજી.

ઇનામદાર દ્વારાં જન આક્રોશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ મીટિંગમાં દૂધમંડળીના પ્રમુખો સભાસદોએ ડેરીના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં આગામી બરોડા ડેરીની સાધારણ સભામાં રજુઆત કરી ન્યાય અપાવવા ધારાસભ્યએ હૈયાધારણા આપી હતી અને જો આગામી સમયમાં મંડળી ના સભાસદોને ન્યાય ન મળે તો વડોદરા ડેરી સામે મોર્ચો માંડવાની ધારાસભ્યએ ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે. આમ ભાજપની ડેરીના બોર્ડ વિરુદ્ધ ભાજપાના ધારાસભ્યે મોરચો ખોલતા રાજકીય ગરમાવો આવ્યો છે.

MLAએ ડેરીમાં ગેરરીતિ ચાલતી હોવાનો પત્ર લખતા રાજકારણ ગરમાયું

ઉલ્લેનીય છે કે વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરીમાં ગેરરીતિ ચાલતી હોવાનો પત્ર સહકારી મંત્રીને લખતા રાજકારણ ગરમાયુ છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે બરોડા ડેરીની ઇમેજ ખરડાઈ છે.

14 મુદ્દાઓ સાથેનો પત્ર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારએ સહકારી મંત્રીને પત્ર લખતાં બરોડા ડેરીના રાજકરણમાં ખળભળાટ મચી ગયો છે. તો આક્ષેપો મામલે સ્પષ્ટતા આપતા બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય મારા મિત્ર જ છે, તેઓ મને ફોન પણ કરી શકતા હતા. પરંતુ સાવલી ડેરીના ડિરેકટર કુલદીપસિંહ આગામી વિધાનસભાની ચૂંટણીમાં દાવેદારી કરવાના હોય કેતન ઇનામદારના પેટમાં તેલ રેડાયું છે અને તેની દુશ્મની તેઓ ખોટા આક્ષેપ કરીને કાઢી રહ્યા છે, તેઓ ખુલા મેદાનમાં આવે તેમને જવાબ મળશે.

Read Also

Related posts

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!