GSTV

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Last Updated on September 20, 2021 by Dhruv Brahmbhatt

બરોડા ડેરીના વહીવટ મુદ્દે ભાજપના જ ધારાસભ્ય કેતન ઇનામદારે સવાલો ઉઠાવ્યા બાદ હવે મધુ શ્રીવાસ્તવ પણ તેમના સમર્થનમાં આવ્યાં છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ‘હું કેતન ઇનામદારની વાતથી સંમત છું. બરોડા ડેરીના સત્તાધીશો ક્યાંક ફરવા નીકળી ગયા છે. ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે ખૂબ પૈસા છે એટલે તેઓ ફોન પણ ન ઉઠાવે.’

madhu-shrivastav

સમગ્ર વડોદરાના સભાસદોને ન્યાય મળવો જોઇએ : મધુ શ્રીવાસ્તવ

મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ‘સમગ્ર વડોદરાના સભાસદોને ન્યાય મળવો જોઇએ.’ મહત્વનું છે કે મધુ શ્રીવાસ્તવ પણ ડેરીના પ્રમુખ દિનેશ પટેલ સામે ગેરરીતિના આક્ષેપો કરી ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, બરોડા ડેરીનો વિવાદ ફરી વકર્યો છે. એક વાર સમાધાન થઇ ગયા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી વાર મોરચો માંડ્યો છે. કેતન ઈનામદારે પશુપાલકોને ભાવફેરની રકમ ન ચૂકવવામાં આવતા ફરી આંદોલન શરૂ કર્યું છે. આજે કેતન ઈનામદાર અને ડેરીના શાસકો વચ્ચેની બેઠક રદ કરવામાં આવી. જો કે, એમ કહેવામાં આવી રહ્યું હતું કે, આ બેઠક હવે ધારાસભ્યોએ સર્કિટ હાઉસમાં કરવાના છે.

Baroda-Dairy

નોંધનીય છે કે, સતત બરોડા ડેરીનો વિવાદ વધી રહ્યો છે. ધારાસભ્યો અને બરોડા ડેરીના શાસકો વચ્ચેની બેઠક રદ થઈ છે. ડેરીના શાસકો બેઠકમાં આવવા તૈયાર ન થતા બેઠક રદ કરવામાં આવી છે. આ બેઠક રદ થયા બાદ જિલ્લાના ભાજપના ચાર ધારાસભ્યોએ રણનીતિ બદલી છે. ધારાસભ્યો હવે સર્કિટ હાઉસમાં બેઠક કરવાના છે. જેમાં દૂધ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓ પણ હાજર રહેશે. જિલ્લા ભાજપના નેતાઓ પણ બેઠકમાં હાજર રહી શકે છે. તો સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રભારી બેઠકમાં હાજર રહી શકે છે. જેને જોતા હવે ડેરીનું આંદોલન ઉગ્ર બને તેવી શક્યતા છે.

READ ALSO :

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!