GSTV

મહિલાએ ભાઇને કહ્યું… પતિએ અમને ગોંધી રાખ્યા છે, મારી નાંખશે

મહિલા

અલકાપુરીના વેપારીએ પત્ની અને પુત્રીને ગોંધી રાખતાં પત્નીએ ભાઇને તાત્કાલિક મદદ માટે આવવા જાણ કરી હતી. ભાઇએ અભયમની મદદથી મહિલા અને તેની પુત્રીને છોડાવ્યા હતા. અલકાપુરી વિસ્તારમાં રહેતી મહિલાના ૨૦ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. પતિની મારઝૂડથી કંટાળેલી મહિલાએ આણંદ રહેતા ભાઇને ફોન કરી પતિએ મને અને મારી પુત્રીને સવારથી ગોંધી રાખ્યા હોવાની જાણ કરી હતી. મહિલાએ એમ પણ કહ્યું હતું કે,જો ભાઇ..તું મદદે નહીં આવે તો મારો પતિ અમને બંનેને આજે મારી જ નાંખશે.

બહેનનો પોકાર સાંભળતા ભાઇ આણંદથી દોડી આવ્યો

બહેનનો પોકાર સાંભળતા ભાઇ આણંદથી દોડી આવ્યો હતો. પરંતુ તેને જોતાં જ વેપારીએ દરવાજો બંધ કરી દીધો હતો. આખરે ભાઇએ અભયમની મદદ લેતાં ટીમ આવી ગઇ હતી. અભયમના કાઉન્સેલરે વેપારીને કાયદાકીય ભાષા સમજાવી હતી અને માતા-પુત્રીને  બહાર નહીં કાઢો તો પોલીસ દરવાજો તોડશે તેમ કહેતાં આખરે તેણે દરવાજો ખોલ્યો હતો.

રૂમમાં બંધ માતા-પુત્રીને પણ બહાર કાઢવામાં આવ્યા

આ સાથે રૂમમાં બંધ માતા-પુત્રીને પણ બહાર કાઢવામાં આવ્યા હતા.જીવ બચાવવા મદદ માંગનાર મહિલા ભાઇને વળગી રડી પડી હતી.જો કે તેણે પોલીસ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો અને ભાઇ સાથે આણંદ ચાલી ગઇ હતી.

વેપારીનો પત્ની સાથે મનમેળ નહતો પત્નીને કહેતો કે તારે અલગ લાઇટ બિલ ભરવાનું અને જુદુ રાંધવાનું પતિના અત્યાચારથી કંટાળેલી મહિલા અને અભ્યાસ કરતી તેની પુત્રીએ તેમના પર ગુજારવામાં આવતા અત્યાચાર વિશે ચોંકાવનારી વિગતો આપી હતી. અભયમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે,મહિલા સાથે દુર્વ્યવહાર કરતો પતિ તેને વારંવાર મારઝૂડ કરતો હતો અને લાઇટ બિલ અલગ ભરવા તેમજ રાંધવાનું પણ અલાયદું બનાવવા કહેતો હતો.

મહિલાની પુત્રીએ પણ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે,પિતા મારી સામે પણ ખરાબ નજર રાખે છે અને ખરાબ વર્તન કરે છે.જો અમારી મદદે મામા અને અભયમની ટીમ ના આવી હોત તો આજે અમારૃં બચવું મુશ્કેલ હતું.

Read Also

Related posts

બનાસકાંઠા/ વાવના અંતરિયાળ અને પાકિસ્તાન બોર્ડર નજીકની ધરા ધ્રુજી, 3.4ની તિવ્રતાના ભૂંકપથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ

pratik shah

રાજ્ય સરકાર દ્વારા સી-પ્લેનના ભાડામાં કરાયો ધરખમ ઘટાડો, વનવે ટિકીટનો દર રખાયો 1500 રૂપિયા

pratik shah

PM મોદીનું સી-પ્લેન અમદાવાદમાં ઉતરાણ કરે તે પહેલાં રિવરફ્રન્ટ થશે બંધ, સુરક્ષાની દ્રષ્ટીએ લેવાયો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!