આજે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી આયોજિત થઈ છે. જેમાં બપોરે એક વાગ્યા સુધી એક હજાર કરતા વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, અતુલ બેડાળે અને નયન મોંગિયાએ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો છે.
છ વર્ષ બાદ આયોજિત બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં વિદેશથી આવેલા મતદારોએ મતદાન કર્યુ છે. જ્યોતિ લિમીટેડ કંપનીના ગાર્ડનમાં આયોજિત ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની 31 બેઠકો છે.
વૃદ્ધ અને બિમાર મતદારો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોઢા કમિટીના નિર્દેશના આધારે ચૂંટણી યોજાવવા જઈ રહી છે. સમગ્ર દેશના ક્રિકેટ એસોસિએશનની નજર વડોદરા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પર છે.
Read Also
- દેશના સર્વિસ સેક્ટરમાં થોડી મંદી, મેનો સર્વિસ PMI ઘટીને 61.2 થયો
- નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે
- મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે
- મોટી કારની માંગ વધી, જાણો શા માટે સીયાઝ, વરના અને એસયુવી 700ને પસંદ કરવામાં આવે છે?
- અમદાવાદ-મહેસાણા હાઇવે પર મોટો અકસ્માત, કારચાલકે 3 શ્રમિકોને અડફેટે લેતા ત્રણેયના ઘટના સ્થળે મોત