GSTV
Baroda Trending ગુજરાત

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પૂર્ણ, રાજવી પરિવારથી લઈ વિદેશથી આવેલા મતદારોએ મતદાન કર્યું

બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની 31 બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું છે. 2171 પૈકી 1488 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એટલે કે લગભગ 68.50 ટકા મતદાન નોંધાયુ હતું. ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંગિયા, મુનાફ પટેલ, જેકોબ માર્ટિન અને અતુલ બેદાડેએ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો.

બરોડા ક્રિકેટ એસોસિયેશન ચૂંટણીમાં રાજવી પરિવાર દ્વારા પણ મતદાન કર્યુ હતું. રાજમાતા શુભાંગીની દેવી સાથે મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. છ વર્ષ બાદ આયોજિત બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં વિદેશથી આવેલા મતદારોએ મતદાન કર્યુ હતું. જ્યોતિ લિમીટેડ કંપનીના ગાર્ડનમાં આયોજિત ચૂંટણીમાં વૃદ્ધ અને બિમાર મતદારો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

READ ALSO

Related posts

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla

ટીસીએસનું અલ્ટીમેટમઃ કર્મચારીઓ ઓફિસે નહીં આવે તો પગાર અને રજા બંને કપાશે

Vushank Shukla
GSTV