GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

વડોદરા/ હોટલને પણ ટક્કર મારે એવી સુવિધા આપતા કપલ બોક્સનો પર્દાફાશ, 7 પ્રેમી પંખીડાઓ પણ ઝડપાયા

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં કપલ બોક્ષ હોવાનું સામે આવ્યુ છે. ધ લંચ બોક્ષના નામે ચાર મહિનાથી ચાલતા કાફેમાં કપલ બોક્સ બનાવવામાં આવ્યુ હતુ. સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરતા 7 જેટલા યુગલ ઝડપાયા. કાફેમાં 1 કલાકના 250 રૂપિયા વસુલવામાં આવતા હતા. અને રોજ 20થી 25 કપલ આ કાફેની મુલાકાત લેતા હતા. ત્યારે પોલીસે કપલ બોક્સના સંચાલક ચેતન હડિયા અને સાગર રાવલીયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કપલ

વડોદરાના ફતેગંજ વિસ્તારની એક કાફેમાં પ્રેમી પંખીડાઓ માટે પ્રાઈવસી આપવામાં આવતી હોવાની અને તેમાં નશાના સેવનથી સહિત ની અસામાજિક પ્રવૃત્તિઓ સંભવ હોવાની આશંકાને પગલે પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી.

ફતેગંજ અને આસપાસના વિસ્તારના કાફેમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હતું તે દરમિયાન ફતેગંજ બ્રિજ પાસે મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ માં આવેલા લંચ બોક્સ નામના કાફેમાં ચેકિંગ દરમિયાન પ્રેમી યુગલો માટે ખાસ પ્રકારના કપલ બોક્સ બનાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં કપલ બોક્સ માં કોઈપણ વ્યક્તિ જોઈ ના શકે તેવી સવલત કરવામાં આવી હોવાનું તેમજ તેમાં કેમેરા પણ નહીં હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ઉપરોક્ત સ્થળેથી સાત કપલને બહાર કાઢ્યા હતા.

કપલ

આ અંગે પોલીસે કાઉન્ટર ઉપર બેસી કાફે નું સંચાલન કરતા સાગર પોલાભાઈ રાવલીયા (ડીલક્સ સોસાયટી, નિઝામપુરા મૂળ રહે દોલતપુરા,જુનાગઢ) તેમજ સંચાલક ચેતન પાછા ભાઈ હડિયા (રાતોલ ગામ ભાવનગર) ની પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી હતી.

Read Also

Related posts

મોટા સમાચાર / અમદાવાદમાં રોડ શો દરમિયાન પીએમ મોદીની ગાડી પર ફેંકાયો પથ્થર

Hardik Hingu

હિંમતનગર / 5 ફુટ લાંબી મૂછ ધરાવતા ઉમેદવાર મગનભાઈએ મતદારોને આપ્યું છે આ અનોખું વચન

Nakulsinh Gohil

Jamnagar Brass / માગણીમાં ઘટાડા વચ્ચે પણ વૈશ્વિક બજારમાં જામનગરના પિત્તળની ડિમાન્ડ

Nakulsinh Gohil
GSTV