GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

વડોદરાવાસીઓ માટે ખતરાની ઘંટી: બહાર નીકળતાં પણ વિચારજો, 24 કલાકમાં આવ્યાં છે એટલા કેસ

કોરોના

વડોદરામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન લેવાયેલા ૨૯૧ સેમ્પલમાંથી કોરોનાના ૫૮ કેસ મળી આવ્યા હતા. દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવવાની સંખ્યા વધી રહી છે જે લોકો માટે ખતરાનો એલાર્મ છે. બીજી તરફ ૨૪ કલાક દરમિયાન વડોદરામાં સારવાર લઇ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી પાંચના મોત થયા છે જ્યારે એક શંકાસ્પદ દર્દીનું પણ મોત થયુ છે.

બુધવારે ૫૮ પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ ૨૩૩૮ થયા

ભરૃચના સ્ટેશન રોડ પર રહેતા બાળરોગ નિષ્ણાંત (પીડિયાટિશિયન) ડો. મયંક પીતળીયા (ઉ.૫૬)ને કોરોનાનું સંક્રમણ લાગતા છેલ્લા ૨૧ દિવસથી તેઓ સારવાર હેઠળ હતા અને આજે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.

વડોદરાના સનફાર્મા રોડ પર બંસી એપાર્ટમેન્ટમાં રહેતા કેતન પટેલના પિતા જયંતિભાઇ અને માતા નિલાબેન જંબુસર ખાતે રહે છે. નિલાબેનને ગત સપ્તાહે તાવ આવ્યો હતો અને જંબુસરના ડોક્ટર પાસે દવા લીધા બાદ સારૃ થઇ ગયુ હતુ જે બાદ તેઓ વડોદરા ખાતે પુત્ર કેતનના ઘરે આવ્યા હતા અહીં તેમને અશક્તિ અને નબળાઇ લાગતા તા.૨૬મી જુન શનિવારે સાંજે ગોત્રી હોસ્પિટલમા દાખલ કર્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન આજે તેમનું મોત થયુ હતું.

જ્યારે શહેરના ગેંડીગેટ રોડ પર કિલ્લેદારના વાડામાં રહેતા ૩૯ વર્ષના કેટરિંગના વેપારીને ગત તા.૧૦મી જુને તાવની ફરિયાદ સાથે ગોત્રી હોસ્પિટમાં દાખલ કરાયા હતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું. તેમના પરિવારજનોનું કહેવું છે કે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યાં સુધી તેને કોઇ બીમારી ન હતી પરંતુ દાખલ કરાયા બાદ ડોક્ટરે કહ્યું કે તેમને ડાયાબિટિસ અને હાયપર ટેન્શનની સમસ્યા છે. ગોત્રી હોસ્પિટલમાં તેમની તબિયત વધુ બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ ઉપરાંત દાહોદના મોટા ઘાંચીવાડામાં રહેતા ૫૭ વર્ષના રશીદભાઇ સફીભાઇ ગરબાડાવાલા અને મોડાસાના ચાંદ ટેકરા વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષના શબ્બીરભાઇ મુલતાની પણ કોરોના પોઝિટિવ હતા અને વડોદરામાં સારવાર દરમિયાન આ બે દર્દીઓના પણ આજે મોત થયા હતા.

દરમિયાન શહેરના તાંદલજા વિસ્તારમાં પઠાણવાડામાં રહેતા નજીબભાઇ વોહરા (ઉ.૫૬)ને કોરોનાના લક્ષણો સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમનું ટુંકી સારવાર દરમિયાન મોત થયુ હતું તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને કોરોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

આજે વડોદરામાં નોંધાયેલા ૫૮ પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૩૩૮ ઉપર પહોંચી છે જે પૈકી ૧૮૫ના મોત થયા છે જ્યારે ૧૭૦૪ દર્દીઓને રજા આપવામાં આવી છે.

ડોક્ટર ડેના દિવસે જ ભરૃચના બાળકોના નિષ્ણાત ડોક્ટરને કોરોના ભરખી ગયો

ભરૃચના બાળ સ્પેશિયાલીસ્ટ ડો. મયંક પીત્તળીયાનું તેઓના જન્મદિવસે જ કોરોના વાયરસની બીમારીથી મોત નિપજ્યું છે.

ભરૃચના સ્ટેશન રોડ ઉપર આવેલી અંકુર હોસ્પિટલ ચલાવતા અને હોસ્પિટલની ઉપર જ રહેતા બાળકોના નિષ્ણાત ડોક્ટર મયંક પીતળીયાનું ૨૧ દિવસ કોરોના વાયરસની સારવાર દરમિયાન બુધવારે બપોરે ૧૨ કલાકે તેમના જન્મદિવસે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં મોત થયુ હતું. ડોક્ટર મયંકના પત્ની મીરાબેન પણ હાલ ભરૃચની જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઇ રહ્યા છે.આજે વિશ્વ ડોક્ટર દિન પણ હતો અને આજે જ ડો.મયંકના અવસાનથી ભરૃચના ડોક્ટર આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

હાલમાં સારવાર હેઠળ એવા ૪૪૯ એક્ટિવ કેસ પૈકી ૧૫૬ દર્દીઓની હાલત ગંભીર

વડોદરામાં અનલોક-૨ના પ્રારંભની સાથે કોરોના પણ બેફામ બન્યો છે. વાયરસનું સંક્રમણ વધુ ઘનિષ્ઠ બની રહ્યું છે અને પાછલા બે મહિનાની સરખામણીમાં રોજ વધુ કેસ નોંધાઇ રહ્યા છે.

આ દરમિયાન તા.૧ જુલાઇ ૨૦૨૦, બુધવાર સાંજ સુધીમાં કુલ ૨૩૩૮ પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાંથી ૧૮૮૯ કેસ ક્લોઝ થઇ ચુક્યા છે મતબલ કે દર્દીને રજા આપી દેવામાં આવી છે અથવા તો ડેથ થયુ છે. આ ક્લોઝ કેસની ગણતરી પ્રમાણે વડોદરામાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ ૯૦.૨૧ ટકા જેટલો ઊંચો છે જે સારા સમાચાર છે પરંતુ બીજી તરફ ડેથ રેટ પણ ૯.૭૯ ટકા જેટલો હાઇ છે જે લોકો માટે ચેતવણીરૃપ છે.

હાલમાં ૪૪૯ કેસ એક્ટિવ છે મતબલ કે સારવાર હેઠળ છે જે પૈકીના ૩૪.૭૪ ટકા એટલે કે ૧૫૬ દર્દીઓની હાલત ગંભીર છે આ દર્દીઓમાંથી ૩૯ વેન્ટિલેટર ઉપર અને ૧૧૭ ઓક્સિજન ઉપર છે.

Read Also

Related posts

ભાજપના સાંસદે હદ વટાવી: ભગવાન રામ કરતા પણ મોટા બતાવી દીધા મોદીને, હવે જવાબ આપવો ભારે પડશે

Mansi Patel

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ સાત દિવસ માટે બંધ રહેશે એસ.ટી સેવા

Pravin Makwana

રાજ્યમાં કોરોનાના નવા 1078 નવા કેસ સાથે કુલ સંક્રમણ 67 હજાર નજીક, 50 હજાર જેટલા લોકોએ આપી છે કોરોનાને મ્હાત

Karan
Do NOT follow this link or you will be banned from the site!