GSTV

કોરોનાના લક્ષણો ધરાવતી મહિલાને ગોત્રી હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ કરાઇ, પછી જે થયું તે છે ચોંકાવનારુ

કોરોના

વડોદરામાં કોરોનાની સારવાર કરતી બન્ને સરકારી હોસ્પિટલો એસએસજી અને ગોત્રીમાં ચાલતી બેદરકારીના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ગોત્રી હોસ્પિટલમા બે દિવસ પહેલાં કોરોનાના લક્ષણો સાથે આવેલી આધેડ મહિલાને પહેલા જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવી અને આજે સવારે આ મહિલાનું મોત કોરોનાથી થયુ હોવાની જાણકારી તેમના સંબંધીઓને આપવામાં આવી હતી આ બે દિવસ દરમિયાન મહિલાના સ્વાસ્થ્ય સંબંધની કોઇ પણ પ્રકારની માહિતી હોસ્પિટલ તરફથી આપવામાં આવી ન હોવાનો આક્ષેપ પણ સંબંધીઓ દ્વારા કરાયો છે.

સ્મશાનમાં લઇ જવા માટે બે વ્યક્તિ આવી જાવ

અકોટા વિસ્તારમાં સંતકબીર નગરમાં રહેતા ૫૫ વર્ષના રંજનબેન પવારને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં શનિવારે રાત્રે ૧૧ વાગ્યે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. રંજનબેનના સંબંધી રિનવનું કહેવું છે કે શનિવારે રાત્રે ગોત્રી હોસ્પિટમાં પહોંચ્યા બાદ ત્યાનો સ્ટાફ રંજનબેનને અંદર લઇ ગયો હતો અને પાંચ મિનિટ પછી અમારી પાસે આવીને કહ્યું હતું કે તેમને પાંચમા માળે જનરલ વોર્ડમાં દાખલ કર્યા છે કોઇ સામાન હોય તો આપો. જે બાદ રાતના એક વાગ્યા સુધી અમે રંજનબેન અંગેની પૂછપરછ કરતા રહ્યા, પણ કોઇ જવાબ મળ્યો નહી. રવિવારે આખો દિવસ અમે હોસ્પિટલમાં એક સ્થળેથી બીજા સ્થળે જઇને રંજનબેનની વિગતો મેળવવાની કોશિશ કરી પરંતુ ત્યારે પણ કોઇએ જવાબ આપ્યો નહી.આજે સવારે ૮ વાગ્યે અમને કોલ આવ્યો કે રંજનબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે અને તેમનું ડેથ થયુ છ,ે તેમને સ્મશાનમાં લઇ જવા માટે બે વ્યક્તિ આવી જાવ.

Read Also

Related posts

નોકરી છૂટી ગઈ છે તો મોદી સરકાર આપી રહી છે 3 મહિના સુધી અડધો પગાર, આ સ્કીમનો લાભ ઉઠાવો

Dilip Patel

ખેડૂતો માટે સારા સમાચાર / પીએમ સમ્માન નિધિ સિવાય પણ દર વર્ષે મળશે રોકડા 5000 રૂપિયા, જાણો કઈ છે તે યોજના

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારનો ખેડૂતોને ઝટકો : 6 વર્ષમાં રવી સિઝનમાં ટેકાના ભાવમાં સૌથી ઓછો 4.3 ટકાનો વધારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!