GSTV

કોવિડ ડેથના આંકડામાં તંત્રની ગોલમાલ: વડોદરાના સ્મશાનોમાં વેઇટિંગ, સરકારી ચોપડે માત્ર 164ના મોત

કોરોના

કોરોના જેવી મહામારીમા પણ નૈતિકતા ભુલીને તંત્ર કોરોનાથી થતા મોતના આંકડા છૂપાવી રહી છે. આજે કોરોનાની સારવાર દરમિયાન ૧૮ મોત થયા હતા જ્યારે તંત્રએ નોંધ્યા હતા માત્ર બે. બીજી તરફ આજે કોરોનાના ૧૨૦ પોઝિટિવ કેસ પણ નોંધાયા હતા.તંત્રના ચોપડે હજુ ૧૬૪ મોત જ નોંધાયા, કુલ ૧૦,૦૩૮ કેસમાંથી ૮,૫૦૩ દર્દીઓને રજા અપાઇ જ્યારે ૧,૩૬૯ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.

એસએસજી હોસ્પિટલમાં દાખલ એક અજાણ્યા યુવક સહિત કુલ ૧૮ કોરોના પોઝિટિવ દર્દીઓના આજે વડોદરામાં મોત થયા હતા જેમાં ૧૦ વડોદરા શહેરના છે જ્યારે ૮ મૃતકો વડોદરા બહારના છે.વડોદરામાં કોરોનાની એન્ટ્રીથી આજ સુધી કોરોના પોઝિટિવ દર્દીઓના મોતની સંખ્યાનો આંકડો ૧૧૭૯ થયો છે. તેની સામે તંત્રના ચોપડે હજુ સુધી ૧૬૪ કોવિડ ડેથ નોંધાયા છે.

સ્મશાનોમાં વેઇટિંગ લિસ્ટ, સાચા આંકડા છુપાવતુ તંત્ર

વડોદરામાં આજે નોંધાયેલા ૧૨૦ પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સત્તાવાર સંખ્યા ૧૦,૦૩૮ થઇ છે જેમાંથી ૮,૫૦૩ દર્દીઓને રજા આપવામાં આવી છે જ્યારે ૧,૩૬૯ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. સારવાર હેઠળ દર્દીઓ પૈકી ૨૧૨ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહને ૧૨ કલાકે અગ્નિસંસ્કાર પ્રાપ્ત થયા, સ્મશાનોમાં વેઇટિંગ લિસ્ટ એ વાતનો પુરાવો છે કે કોરોના ડેથમાં વધારો થયો છેવડોદરાના સ્મશાનમાં કોવિડમાં મૃત્યુ પામતા દર્દીઓના મૃતદેહોની રોજ લાઇન લાગે છે અને ચિતા મેળવવા માટે વેઇટિંગ લિસ્ટ બની રહ્યા છે.

એસએસજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન આજે સવારે ૭ વાગ્યે તુલસીરામ નામના દર્દીનુ મૃત્યુ થયુ હતું. આ અંગની ે જાણ હોસ્પિટલ દ્વારા કોર્પોરેશનને કરી દેવાઇ હતી એટલે કોર્પોરેશને અંતિમવિધિ માટે બપોરે બે વાગ્યાનો સમય આપ્યો હતો પરંતુ બે વાગ્યે કોર્પોરેશનમાંથી ફરીથી મેસેજ આવ્યો અને સાંજે સાત વાગ્યાનો સમય અપાયો આખરે ૧૨ કલાક બાદ એટલે કે સાંજે સાત વાગ્યે આ મૃતદેહને અંતિમસંસ્કાર પ્રાપ્ત થયા હતા.

ટેકનિકલ કારણો બતાવીને ગેસ ચિતા બંધ હોવાથી મૃતદેહના અગ્નિસંસ્કારમાં સમય લાગી રહ્યો છે એવુ સતત બહાનું બતાવતા કોર્પોરેશનન પાસે હવે એ બહાનું પણ રહ્યું નથી કેમ કે હવે તો કોરોનાના મૃતદેહોના લાકડાથી પણ અગ્નિસંસ્કાર થઇ રહ્યા છે. આ પુરાવો છે કે કોરોનાના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

કોરોના

આગ લાગી ત્યારે તંત્રને કુવો ખોદવાનો વિચાર આવ્યો

વડોદરામાં વધી રહેલા કોરોનાના કેસ અને ડેથથી તંત્રના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે અને આગ લાગી ત્યારે કુવો ખોદવા નીકળે તે કહેવત અનુસાર હવે તંત્ર દ્વારા એસએસજી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ પુરવા માટે નિમણૂંકો શરૃ કરાઈ છે.

એસએસજીમાં હાલમાં કોવિડ વોર્ડમાં ૫૦૦થી વધુ બેડ છે અને આ તમામ બેડ લગભગ હવે ફુલ થઇ રહ્યા છે એવા સમયે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, નર્સ તથા પરોમેડિકલ સ્ટાફની ઘટ સર્જાઇ છે આમ પણ એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં વર્ષોથી ડોક્ટરોની ઘટ છે પરંતુ કોરોના જેવી મહામારી સમયે પણ સરકારે ડોક્ટરોની નિમણૂંક નહી કરતા આશ્ચર્ય સર્જાયુ હતું.

હવે જ્યારે કટોકટી સર્જાઇ છે ત્યારે સરકારે એસએસજી હોસ્પિટલમાં સર્જરી, મેડિસિન, ઇમરજન્સી મેડિસિન જેવા વિભાગોમાં મળીને ૩૨ ડોક્ટરોની નિમણૂંક કરી છે પરંતુ આ નિમણૂંક ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત છે.

Read Also

Related posts

રૂપાણી સરકારમાં જાહેર સાહસો ખોટના ખાડામાં, 15 સાહસોમાં 2,569 કરોડની ખોટ

Mansi Patel

ગુજરાતમાં દૂધ સંજીવની યોજનાનું બાળમરણ, કેગે સરકારની ખોલી દીધી છે પોલ

Mansi Patel

બિહાર ચૂંટણીઃ કોરોના મહામારી વચ્ચે 28મી ઓક્ટોમ્બરથી ત્રણ તબક્કામાં યોજાશે મતદાન, તંત્ર દ્વારા તારીખો જાહેર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!