GSTV

વડોદરામાં ફૂટ્યો કોરોના બોમ્બ: એક જ દિવસમાં આવ્યાં આટલા બધા કેસ, 13 દર્દીઓને ભરખી ગયો ‘કિલર’ વાયરસ

Corona

વડોદરામાં વિતેલા ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવ એવા ૯ અને ૪ શંકાસ્પદ મળીને કુલ ૧૩ દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન કોરોનાના ૬૭ નવા કેસ પણ નોંધાયા છે અને ૨૮ દર્દીઓને ડિસ્ચાર્જ પણ અપાયો છે.

ક્યાં કેટલા કેસ

શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારની પાછળ આવેલા લકુલેશ નગરમાં રહેતા ૮૫ વર્ષના જશોદાબેન ઓચ્છવલાલ શાહ, માણેજામાં કાન્હા રેસિડેન્સીમાં રહેતા ૮૦ વર્ષના શાંતિલાલ ભાઇલાલભાઇ પટેલ, રાવપુરામાં હરપલેના વાડામાં રહેતા ૭૨ વર્ષના પદ્માબેન વસંતરાવ હરપલે, આજવારોડ બહાર કોલોનીમાં રહેતા ૭૫ વર્ષના ઐનુલ્લાખાન હાફિઝુલ્લાખાન, સનફાર્મા રોડ પર સૈયદ રેસિડન્સીમાં રહેતા ૯૨ વર્ષના અબ્દુલ કૈ પીરઝાદા, પાદરા તાલુકાના સાંઢા ગામે મહાદેવ ફળીયામાં રહેતા ૭૦ વર્ષના સવિતાબેન શાંતિલાલ પ્રજાપતિ, ડભોઇના ૭૩ વર્ષના નૂર મોહંમદ લોખંડવાલા, સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં મારૃતિનંદન સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષના કિશોરભાઇ પુરૃષોત્તમભાઇ ઠાકર, અને ભરૃચના ૬૦ વર્ષના સલીમભાઇ હુસૈનભાઇ સૈયદ મળીને ૯ કોરોના પોઝિટિવ દર્દીઓઓના વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયા હતા.

કેસ

જ્યારે જેતલપુર રોડ પર લલીતા ટાવરમાં રહેતા ૬૮ વર્ષના ગોપાલભાઇ હિરાલાલ યાદવ, ડભોઇના ૬૫ વર્ષના મિયાં મોહંમદ જમાલુદ્દીન સહાકા, ખંભાતના ૭૧ વર્ષના નઇમબાનું મો.રફિક શેખ અને ડભોઇ નવાવગામાં રહેતા ૬૦ વર્ષના ઇબ્રાહિમ કાળુભાઇ ખાડીયાવાલા મળીને ૪ દર્દીઓના પણ વડોદરામાં સારવાર દરમિયાન મોત થયા હતા આ દર્દીઓમાં કોરોનાના લક્ષણો હોવાથી સેમ્પલ લેવામાં આવ્યા છે પરંતુ રિપોર્ટ આવ્યો નહી હોવાથી શંકાસ્પદ તરીકે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

વડોદરામાં કુલ 2785 કેસ

વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૨૭૮૫ કેસ નોંધાઇ ચુક્યા છે જેમાંથી ૨૨૬ના મોત થયા છે જ્યારે ૨૦૧૯ને ડિસ્ચાર્જ પણ અપાયો છે. હાલમાં ૫૪૦ દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી ૧૨૮ ઓક્સિજન અને ૩૨ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

Read Also

Related posts

HIVથી બચી ઇતિહાસ સર્જનારને આ રોગ ભરખી ગયો, 54 વર્ષે જ થઈ ગયું મોત

pratik shah

કોને ફરિયાદ કરવી/ મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કરી ફરિયાદ કે ઈન્ચાર્જ અયોગ્યપણે ગમે ત્યાં કરે છે અડપલાં

Bansari

સ્કૂલ ફી ભરવાની આ છે છેલ્લી તારીખ : આ ફી તો ન ભરવાનો સરકારે કર્યો છે આદેશ, ટ્યૂશન ફીમાં થયો છે ઘટાડો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!