વડોદરામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન ૩ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે જેમાં નિવૃત્ત મામલતદાર અને આઇપીસીએલના નિવૃત્ત કર્મચારીનો સમાવેશ થાય છે. જ્યારે કોરોનાના ૪૪ પોઝિટિવ કેસ પણ નોંધાયા છે.શહેરના ડભોઇ-વાઘોડિયારિંગ રોડ પર ભારત પેટ્રોલપંપ પાછળ વિનાયક હાઇટ્સમાં રહેતા ૬૮ વર્ષના રાજેન્દ્રભાઇ કનૈયાલાલ પારેખ છોટાઉદેપુરથી મામલતદાર તરીકે નિવૃત્ત થયા હતા અને નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા દરમિયાન ગત શનિવારે તેમને કિડની ઇન્ફેક્શન અને ન્યુમોનિયાની સમસ્યા સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આજે સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.
કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2178
તો આઇપીસીએલમાંથી નિવૃત્ત થયેલા અને હરણીરોડ પર વૃંદાવન ટાઉનશીપ સામે નાગેશ્વર સોસાયટીમાં રહેતા જયેન્દ્રકુમાર દશરથલાલા શાહને ગત તા.૧૬મી તારીખે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં બીજા દિવસે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આજે સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું. ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ નાગેશ્વર સોસાયટીમાં એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થઇ ચુક્યુ છે.

જ્યારે શહેરના ઘડિયાળીપોળ વિસ્તારમાં કુબેરભાઇચંદની પોળમાં રહેતા ૮૫ વર્ષના ઊર્મિલાબેન કૃષ્ણલાલ પરીખની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન આજે તેમનું મોત થયુ હતું.
આજના ૪૪ મળીને શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૧૭૮ થઇ છે જે પૈકી ૧૭૦ના મોત થઇ ચુક્યા છે તો ૧૫૦૯ને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યો છે. હાલમાં ૪૯૯ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ૧૬૫ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
Read Also
- ગભરાયુ પાકિસ્તાન/ ભારતના આ ‘મહાબળવાન’ હથિયારથી પાકિસ્તાનમાં ડર, દુનિયા પાસે કરી હસ્તક્ષેપની અપીલ
- સીએમ યોગીના નિશાને આવ્યો આ ખૂંખાર માફિયા ડૉન, જડમૂળથી ઉખાડી ફેંકવા માટે બનાવ્યો આ માસ્ટર પ્લાન
- આફ્રિકામાં ચીની નૌકાદળ સક્રિય/ ચીન જીબુટીથી હિંદ મહાસાગર પર રાખશે નજર, ભારતને ઘેરવાનો ડ્રેગનનો વધુ એક પ્રયાસ
- Breast Cancer/ હવે ભારતમાં સરળતાથી થઇ શકશે સ્તન કેન્સરની સારવાર, એસ્ટ્રાઝેનેકાને મળી દવા બનાવવાની મંજૂરી
- પોસોકોની કાર્યવાહી/ 13 રાજ્યોમાં વીજ કંપનીઓ પર રૂ. 5000 કરોડનું દેવું, વીજળીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ