GSTV

વડોદરામાં કોરોનાનો વિકરાળ પંજો: એક જ દિવસમાં 25 લોકોનો લીધો ભોગ, આટલા થયા સંક્રમિત

કોરોના

વડોદરામાં કોરોનાનો વિકરાળ પંજો ફરી વળ્યો છે. શહેરના તમામ વિસ્તારો હવે કોરોનાની ઝપટમાં આવી ગયા છે આ દરમિયાન ગુરૃવારે ૨૫ દર્દીઓના મોત થયા હતા તો ગુરૃવારે કોરોનાના ૧૨૩ પોઝિટિવ કેસ પણ નોંધાયા હતા અને ૧૧૯ દર્દીઓને રજા પણ આપવામાં આવી હતી.

1200થી વધુના કોરોનાથી મોત પરંતુ તંત્રના ચોપડે માત્ર 166

સુભાનપુરામાં રહેતા અને છેલ્લા એક સપ્તાહથી ગોત્રી હોસ્પિટલમાં દાખલ ૬૦ વર્ષના નિવૃત્ત તલાટી- મંત્રીનું સારવાર દરમિયાન ગુરૃવારે મોડી સાંજે મૃત્યુ થયુ હતું. તેમનો સહિત વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન બુધવારની સાંજથી ગુરૃવારની સાંજ સુધીમાં ૨૫ દર્દીઓના મોત થયા હતા જેમાં એસએસજી હોસ્પિટલમાં ૧૩, ગોત્રી જીએમઇઆરએસમાં ૯ અને ખાનગીમાં ૩ મૃત્યુનો સમાવેશ થાય છે. આ સાથે અત્યાર સુધી વડોદરામાં નોંધાયેલ કોવિડ ડેથનો આંકડો ૧૨૦૪ થયો છે જો કે સરકારી તંત્રના ચોપડે તો હજુ ૧૬૬ ડેથ જ નોંધાયા છે.

આ દરમિયાન વડોદરામાં ગુરૃવારે નોંધાયેલા ૧૨૩ પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૦,૧૬૧ થઇ છે જેમાંથી ૮,૬૨૨ દર્દીઓને રજા આપી દેવાઇ છે. હાલમાં ૧,૩૭૦ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ૨૧૩ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

Read Also

Related posts

બર્મિઘમ યુનિવર્સિટીએ કોરોનાથી બચવા તૈયાર કર્યો અનોખો નોઝલ સ્પ્રે, 48 કલાકમાં જ મારી નાખશે વાયરસ

Pravin Makwana

ભારતમાં પાંચ વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ, સપ્ટેમ્બર સુધીમાં 25થી 30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે

Nilesh Jethva

BIG NEWS: ગુજરાત સરકારે લગ્ન સમારોહ અને અંતિમ વિધિ માટે આટલા લોકોને જ ભેગા થવાની આપી મંજૂરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!