આગામી 15 દિવસ સુધી વડોદરામાં કોવિડ નિયંત્રણ માટે કડક અમલવારી માટે osd વિનોદ રાવ, પોલીસ વિભાગ, મ્યુ કમિશ્નર મીટીંગમાં હાજર રહ્યા હતા. સ્થિતીને કાબૂ કરવા વડોદરા કોર્પોરેશન અને પોલીસની સ્ક્વોડ બનાવાશે. 120 પબ્લિક હોટ સ્પોટ બનાવાશે જ્યાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ તમામ સ્થળોએ પોલીસ અને કોર્પોરેશનના સ્ક્વોડ બનશે. જો કોઈ વ્યક્તિ માસ્ક નહીં પહેરે અથવા સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં નહીં આવે તો કડક પગલાં ભરવામાં આવશે.
વેપારીઓની દુકાનો સિલ કરવામાં આવશે, ફલાઈંગ સ્ક્વોડ બનાવવામાં આવશે. જો કોઈ મોલમાં નિયમનું ઉલ્લંઘન થશે તો તેને સિલ કરવામાં આવશે. તમામ પાર્ક ગાર્ડન, એસટી સ્ટેન્ડ પર જે લોકો પાસે માસ્ક ન હોય તેઓને સસ્તા દરે તેઓને માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહત્વનું છે કે વડોદરામાં હાલમાં 2200 જેટલા દર્દીઓ દાખલ છે. જયારે 5 હજાર થી વધુ બેડ ખાલી છે. તો 600 જેટલા વેન્ટિલેટર વધારવામાં આવ્યા છે.

READ ALSO
- બંગાળમાં કોરોના વેક્સિનની લૂટ? સ્વાસ્થ્યકર્મીઓ માટે આવેલી રસીઓ TMC નેતાઓએ લગાવી-BJPનો મોટો આરોપ
- બિહારમાં કરેલી ભૂલ પશ્ચિમ બંગાળમાં નહિ કરે કોંગ્રેસ, લેફ્ટ સાથે આ હશે આગળની રણનીતિ
- ચોંકાવનારુ: ધૂમ્રપાન અને શાકાહારી ખાદ્યપાન ધરાવતા લોકોમાં વાયરસનું ઓછું થાય છે સંક્રમણ, સીરોસર્વેમાં થયો મોટો ખુલાસો
- Ditching WhatsApp: માત્ર 18% ભારતીયો જ વપરાશ રાખી શકે છે ચાલુ, 36% લોકોએ ઉપયોગ ઘટાડ્યો: સર્વે
- પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨ના કાર્યનો શુભારંભ કરશે