ગુજરાત રાજ્યમાં સ્વાથિવક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બીજી તરફ પક્ષ અને વિપક્ષ આ ચૂૂંટણી માટેની તડામાર તૈયારીઓંમાં લાગી ગયા છે. રાજ્યના વડોદરા શહેરના સમાં સાવલી રોડ ખાતે જિલ્લા ભાજપના નવા કાર્યાલય નું ઉદ્ઘાટન થયું હતું. જેમાં સત્તાધારી પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. ‘
સત્તાધારી પક્ષના નેતાઓ હાજર રહ્યા

ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ઉપરાંત સાંસદ સભ્યો દેવુસિંહ ભાઈ ચૌહાણ, મનસુખભાઇ વસાવા, રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદ જયા ઠક્કર ઉપરાંત ધારાસભ્યો શૈલેષ મેહતા , મધુ શ્રીવાસ્તવ, જીતુ સુખડીયા સહિત ના ભાજપાના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, અને કોવિડ-19ની ગાઈડ લાઈનનું સંદતર રીતે ભંગ થતો જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

જોકે અહીં સોશિયલ ડિસ્ટન્સના લીરે લિરા ઊડ્યા હતા. સામન્ય નાગરિકને સામાજિક પ્રસંગ કરવો હોય તો તંત્ર મહા મુશ્કેલીએ પરવાનગી આપે છે પરંતુ રાજકીય મેળાવડામાં મોટી સંખ્યા માં એક સાથે ભીડ ઉમટેલી નજરે પડી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ઉડે ને આખે વળગે તેવો હતો સરકાર કોરોના મહામારીના પગલે સામાજિક અંતર જળવાય તે માટે કટિબદ્ધ છે .’
રાજકીય મેળાવડામાં મોટી સંખ્યામાં એક સાથે ભીડ ઉમટી

પરંતુ રાજકીય સમારોહ માં નેતાઓ સરકાર ના આ નિયમ ને જાણેકે ઘોળી ને પી ગયા છે આજ ની જિલ્લા ભાજપ ના કાર્યાલય ના ઉદ્ઘાટન માં મોટી સંખ્યા માં ઉમેટલા કાર્યકરો આનો બોલતો પુરાવો છે.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર