GSTV

કોરોનાકાળમાં ગંદા પાણી, ડ્રેનેજ, રસ્તા, રોગચાળાની સમસ્યાથી પરેશાન છે આ શહેરની પ્રજા: મૂળભૂત સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ

કોરોના

Last Updated on August 27, 2020 by Bansari

વડોદરા શહેરની પ્રજાને પ્રાથમિક સુવિધા મળતી નથી તેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનતા મેમોનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુની આગેવાનીમાં નવા કમિશનરને આવેદનપત્ર આપી સુવિધા નહીં તો વેરો નહીંની માંગણી સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

3 ગણો વેરો ઉઘરાવતુ તંત્ર સુવિધાઓ આપવામાં નિષ્ફળ

આવેદનપત્રમાં કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું છે કે, કોરોના મહામારી સામે લડી રહેલ વડોદરા શહેરની પ્રજા કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સામે પણ લડી રહી છે. અન્ય શહેરો કરતા 3 ઘણો વેરો વધુ ઉઘરાવતી વડોદરા મહાનગરપાલિકા પ્રજાને મૂળભૂત સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ છે. વડોદરા નગરી તંત્રના નિષ્ફળ વહીવટને લીધે ખાડોદરા બની છે. દર વર્ષે સહેજ પણ વરસાદ પડે કે તરત જ રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે અને એ સાથે ડ્રેનેજની સમસ્યા ઉભી થાય છે. રોગચાળાના લીધે થતી બીમારીથી પીડાતી પ્રજાનો દવાખાનાનો ખર્ચ કોર્પોરેશને ઉઠાવો જોઈએ, કારણકે ભ્રષ્ટાચારી વહીવટ અને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતને લીધે આવી પરીસ્થિતિ ઉભી થાય છે, પરંતુ સુવિધાના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

મહાનગરપાલિકા દ્વારા એવા તો કેવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાકટ આપવામાં આવે છે જે ક્યારેય પૂરા થતા જ નથી, ખર્ચો અને કામ નિરંતર ચાલુ જ રહે છે. પણ પ્રજા તે છત્તા હાલાકી ભોગવે છે અને કામ ક્યાંય દેખાતા નથી! આજે પણ અનેક વિસ્તારમાં લોકો પીવાના ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. વારંવાર રજુઆત, આંદોલન અને લડત બાદ પણ પાલિકા ચોખ્ખું પીવાનું પાણી આપવામાં નિષ્ફળ રહી છે. ત્યારે વડોદરા શહેર કૉંગ્રેસની આપને અરજ છે કે, આવા મળતીયા કોન્ટ્રાકટરોના કોન્ટ્રાકટ તાત્કાલિક રદ કરવા જોઈએ, તેમજ કયાં ધારા- ધોરણ હેઠળ કોન્ટ્રાકટ આપવામાં આવે છે એ માહિતી પ્રજાને મળવી જોઈએ. અને જો પાલિકા આ સુવિધાઓ ન આપી શકે તો વેરા ઉઘરવાનું બંધ કરવું જોઈએ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો વિરૂદ્ધ તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે એ માંગણી અને પ્રજાને ન્યાય આપવામાં આવે તે જરૂરી છે.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!