GSTV
Baroda Trending ગુજરાત

આંદોલન/વડોદરા જિલ્લાના હેલ્થ વર્કરો અચોક્કસ મુદતની હડતાળ પર, કોરોના વોરિઅર્સના સર્ટિફિકેટો અને મોબાઇલ પરત કર્યા

હડતાળ

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા હેલ્થ વર્કરોએ આજે જિલ્લા પંચાયત ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. વડોદરા જિલ્લાના આરોગ્ય વિભાગના ફીમેલ હેલ્થ વર્કર,મલ્ટિ પરપઝ હેલ્થ વર્કર તેમજ અન્ય કેડરના 35 થી વધુ હેલ્થ વર્કરો પણ સોમવારથી હડતાળ પર ઉતર્યા છે.આ કર્મચારીઓએ તેમના ગ્રેડ પે તેમજ અન્ય માંગણીઓ માટે વારંવાર રજૂઆતો કરી હતી અને સરકાર દ્વારા તેના અમલની ખાતરી પણ અપાઇ હતી.પરંતુ હજી સુધી માંગણીઓનો અમલ નહિં થતાં આખરે તેમણે અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી હતી.

હડતાળ

છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી હડતાળને પગલે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશન તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ જેવી આરોગ્ય સેવાઓ પર અસર થઇ છે. આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સંજય રાઉલજીની આગેવાની હેઠળ આજે કર્મચારીઓએ તેમની માંગણીઓ અંગે પ્રદર્શન યોજ્યા બાદ સરકાર દ્વારા અપાયેલા કોરોના વોરિઅર્સના સર્ટિફિકેટો તેમજ વિવિધ યોજનાઓના ડેટા સરકારને મોકલવા માટે અપાયેલા 150 જેટલા મોબાઇલ પણ જિલ્લાના આરોગ્ય વડાને પરત કર્યા હતા.

Read Also

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

રાજકારણ / ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો રહેશે છવાયેલો, AAPની એન્ટ્રીથી જામશે ખરાખરીનો જંગ

Hardik Hingu
GSTV