વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરી એકવાર ભાજપ શાસનની ધુરા સંભાળી લેશે 19 વોર્ડની 76 બેઠકો પર યોજાયેલી ચૂંટણીના આજ સવારથી પરિણામ આવવાની શરૂઆત થતાં આજ બપોર સુધીમાં 52 બેઠકના પરિણામ આવતા તેમાંથી ભાજપે 49 બેઠકો જીતી લીધી છે અને બહુમતી મેળવી લીધી છે કોંગ્રેસને 7 બેઠક પર વિજય મળ્યો છે હજી 20 પરિણામ બાકી છે.

ભાજપે 11 વોર્ડમાં પેનલ જીતી બતાવી
ભાજપે 11 વોર્ડમાં પેનલ જીતી બતાવી છે. વોર્ડ નંબર એકમાં ભાજપનો સફાયો થયો છે અને કોંગ્રેસના ચારેય ઉમેદવારો જીતી જતા કોંગ્રેસની પેનલ વિજેતા થઈ છે વોર્ડ નંબર એક ભાજપના ઉમેદવાર સતીશ પટેલ કે જેઓ કોર્પોરેશનમાં ગયા બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ હતા અને આ વખતે મેયર પદના દાવેદાર ગણાતા હતા તેમનો પરાજય થયો છે.

ભાજપને આ બે વોર્ડમાં 2 બેઠકો જીતીને સંતોષ માનવો પડયો
ભાજપને વોર્ડ નંબર 13માં ૩ અને વોર્ડ નંબર 16માં 2 બેઠક જીતીને સંતોષ માનવો પડયો છે. કારેલીબાગ કે જે વોર્ડ નંબર ત્રણમાં આવે છે. અહીં આ વખતે એક પણ પટેલ ઉમેદવાર ભાજપે મૂક્યો ન હતો. છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર એવું બન્યું કે પટેલ ઉમેદવાર ચૂંટણીમાં ન હતો.
બીજી બાજુ કોંગ્રે સે પટેલ ઉમેદવારને મેદાનમાં રાખ્યો હતો જેથી વોર્ડ નંબર ત્રણમાં પરિણામમાં નવાજૂની થશે તેવા એંધાણ હતા કારેલીબાગ ભાજપનો ગઢ ગણાય છે પરંતુ પરિણામ આવતા ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે વોર્ડ નંબર 3 ત્રણની ચારે બેઠક ભાજપે જીતી લીધી છે.
Read Also
- VIDEO: ડીજેનો અવાજ કાનમાં આવતા પંજાબના મુખ્યમંત્રી અને ફારૂક અબ્દુલા નાચવા લાગ્યા, આજૂબાજૂના લોકોને પણ લાગી નવાઈ
- વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીનો આપઘાત, મરતા પહેલા Video બનાવી જણાવી કરૂણ કહાની
- શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યુ ન્યૂઝીલેન્ડ: સમુદ્રમાં 10 કિમી નીચેથી મળી આવ્યુ કેન્દ્ર, સુનામીની ગંભીર ચેતવણી
- આઈશા કેસ/ આંખોમાંથી લોહી નીકળે એવો માર મારતો હતો નરાધમ, દહેજ ભૂખ્યા સાસરિયાં વારંવાર રૂપિયાની કરતા હતા ઉઘરાણી
- વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ: મોદીના જન્મદિવસ પર થશે રિલીઝ, આ કલાકાર નિભાવશે પીએમનું પાત્ર