GSTV

55 વર્ષના ઢગા રિક્ષા ચાલકની કિશોરી પર દાનત બગડી, પાણી પીવાના બહાને ઘરમાં જઇ કરી આવી ગંદી હરકત

કિશોરી

પાંચ વર્ષથી જે અંકલની રિક્ષામાં બાળકી સ્કૂલે જતી હતી. તે પ્રૌઢ રિક્ષા ડ્રાયવરે ૧૪ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કરતાં બાળકી ડઘાઈ ગઈ હતી અને ઘરમાંથી દોડીને બહાર જતી રહી હતી. બાળકીના મિત્રની ફરિયાદના આધારે બાપોદ પોલીસે રિક્ષા ડ્રાયવરને ઝડપી લીધો છે.

આજવા રોડ કમલાનગર આદર્શનગર સોસાયટીમાં રહેતો પંચાવન વર્ષનો દિનેશ ભાવસાર સ્કૂલ વર્ધીથી ઓટો રીક્ષા ચલાવે છે. આજવા રોડ વિસ્તારમાં જ રહેતી કિશોરી નવ વર્ષની હતી. ત્યારથી દિનેશ ભાવસારની રિક્ષામાં જ સ્કૂલ અને કલાસમાં આવતી જતી હતી. એટલું જ નહીં ૧૪ વર્ષની કિશોરીની મોટી બહેન પણ દિનેશ ભાવસારની જ રીક્ષામાં આવતી જતી હતી.

પતિ

ગઈકાલે બંને બહેનો દિનેશની રિક્ષામાં બેસીને કલાસમાં પ્રોજેકટ જમા કરાવવા ગયા હતા. પ્રોજેકટ જમા કરાવીને પરત ઘરે આવ્યા પછી મોટી બહેન નજીકમાં જ રહેતા નાની (દાદી)ના ઘરે ગઈ હતી. જ્યારે ૧૪ વર્ષની નાની બહેન પોતાના ઘરે ગઈ હતી.

પાણી પીવાના બહાને ઘરમાં જઇને રિક્ષા ડ્રાઇવરે કિશોરી સાથે કર્યા અડપલા

કિશોરી

૧૪ વર્ષની કિશોરી ઘરે એકલી હોય દિનેશ પાણી પીવાના બહાને તેના ઘરમાં ગયો હતો. અને ત્યારબાદ તેને ચ્હા પીવી છે તેવું કહેતા કિશોરી ચ્હા બનાવીને લાવી હતી. પ્રોઢ વયના રિક્ષા ડ્રાઈવરની દાનત બગડતા તેને સૌ પ્રથમ તો કિશોરીને પોતાની નજીક બોલાવી ખોળામાં બેસવા માટે કહ્યું હતુ. પરંતુ કિશોરીએ ખોળામાં બેસવાની ના પાડી દેતા ભાન ભૂલેલા રિક્ષા ડ્રાયવરે કિશોરી સાથે ઘરમાં જ શારીરિક અડપલા શરૃ કર્યા હતા. રિક્ષા અન્કલની આવી હરકતોથી ડઘાઈ ગયેલી કિશોરી એકદમ ઘરની બહાર દોડી ગઈ હતી. અને નાની દાદીના ઘરે જતી રહી હતી. જ્યારે આ તરફ રિક્ષા ડ્રાયવર પણ રિક્ષા લઈને ભાગી ગયો હતો.

કિશોરીના પિતાની ફરિયાદના આધારે બાપોદ પીઆઈ વી.પી.ચૌહાણે આરોપી દિનેશ ઉ.વ.૫૫ને ઝડપી પાડી કોરોનાના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પંચાવન વર્ષનો રિક્ષા ડ્રાયવર અપરિણીત છે. અને વૃધ્ધ માતાની સાથે રહે છે.

Read Also

Related posts

Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત

Pravin Makwana

56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

Karan

વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!