GSTV

વડોદરાઃ અમેરિકન તજજ્ઞોએ લીધી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મુલાકાત અને કહ્યું કે….

યુનાઇટેડ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશનના સાત સભ્યની ટીમ ગુજરાત આવી છે. આ ટીમે ફાર્મા ક્ષેત્રે ટ્રેનીંગ, કેપેસીટી બિલ્ડીંગ, નોલેજ શેરીંગ જેવા વિષયો પર ચર્ચા વિચારણા કરી હતી. અમેરિકાથી આવેલી આ ટીમના સભ્યોએ વડોદરામાં ખોરાક અને ઔષધ નિયમની શાળાની મુલાકત લીધી હતી અને જાત માહિતી મેળવી હતી.

ગુજરાતની ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી તેના સચોટ નિદાન માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશનના સાત સભ્યની ટીમ આજથી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાતે છે. અમેરિકાથી આવેલા ડેલીગેશને વડોદરા સ્થિત રાજ્યના ખોરાક અને ઔષધ પ્રયોગશાળાની મુલાકાત લીધી અને ફાર્મા ક્ષેત્રે ટ્રેનીંગ, કેપેસીટી બિલ્ડીંગ, નોલેજ શેરીંગ અને ઇન્ફરમેશન શેરીંગ જેવા મહત્વના વિષયો ઉપર ચર્ચા  વિચારણા કરીને માહિતી મેળવી.

ગુજરાત રાજ્ય દેશમાં ફાર્મા ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે તેમજ દવાના ઉત્પાદનમાં ૩૩ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. દેશમાંથી થતી દવાના નિકાસમાં ૨૮ ટકાનો સિંહ ફાળો ગુજરાતનો રહ્યો છે. U.S.F.D.A ની માન્યતા ધરાવતા આશરે ૧૧૭ જેટલા દવાના યુનિટો  ગુજરાતમાં છે,  અને દવાની અમેરિકામાં મોટા પાયે  નિકાસ કરે છે.

રાજ્યની ફાર્મા ઉદ્યોગમાં સક્રિય ભૂમિકા ધ્યાને લઇ રાજયમાં આવેલા દવાના યુનિટો ઉપર નિયંત્રણ કરનાર ખોરાક અને નિયમન તંત્ર અને તેની પ્રયોગશાળાની મુલાકાત લઇ, માહિતીનું  આદાન-પ્રદાન કર્યું હતું. જેના લીધે રાજ્યમાં બનતી અને વિતરણ થતી દવાની ગુણવત્તા ઉપર નિયંત્રણની કામગીરી વધુ અસરકારક બનશે અને દવાની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થશે તેમજ રાજ્યના અને દેશના નાગરિકોને વધુ સારી ગુણવત્તાવાળી દવા ઉપલબ્ધ થશે.

Related posts

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva

કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા સીએમ યોગીએ અધિકારીઓને લગાવી ફટકાર

Nilesh Jethva

પેટ્રોલ અને ડીઝલની માગ ઘટી પણ આ ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો, દરરોજનું 3 લાખ બુકિંગ વધ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!