GSTV

વડોદરા: પત્નીની હત્યાના આરોપી અજય દેસાઈ અને કિરીટસિંહ કોર્ટમાં રજૂ, 11 દિવસના રિમાન્ડ કર્યા મંજુર

Last Updated on July 26, 2021 by pratik shah

5 જૂનથી ગુમ સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો 49 દિવસે ખુલાસો થયો હતો.રાજ્યના અત્યંત ચકચારી બનેલા સ્વીટી મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ  ઘટનાની બારિક તપાસ કરવા માટે એક્ટિવ થઈ છે. તેમાં પણ હવે પીઆઈ અજય અમૃત દેસાઈ દ્વારા સ્વીટીની હત્યા અને ત્યાર બાદ લાશને કેવી રીતે બંધ હાલતમાં પડેલી હોટલમાં જઈ સળગાવી ત્યાં સુધીનું રિમાન્ડ દરમ્યાન રિકન્સટ્રક્શન કરશે.’

કરજણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

વડોદરા એસઓજી પીઆઇ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાને આજે કરજણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ સમક્ષ અજય દેસાઈના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.હવે રિમાન્ડ  દરમ્યાન આરોપી અજય દેસાઈએ તેની પત્નીનું ઊંઘમાં ગળું દબાવી હત્યા કરી લાશને ગાડીમાં નાખી નિકાલ કર્યો તે આખી ઘટનાનું આવતીકાલે રિકન્સ્ટ્રક્શન કરશે. પીઆઇના ઘરેથી તેને લાશ સળગાવી તે જગ્યા પર લઇ જઇ ઘટના અંગે માહિતી મેળવશે.

પીઆઈ

25 જુલાઈના રોજ વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી લીધો હતો. તપાસનો દોર હાથમાં લીધાના ગણતરીના દિવસોમાં સ્વીટી પટેલના પતિ અને વડોદરા SOG પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેમણે જ ગળેટૂંપો દઈને પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હતી. આ હત્યા કેસમાં પુરાવાનો નાશ કરવામાં મદદ કરવા બદલ પીઆઈ અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અજય દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ નાર્કો ટેસ્ટ નો ઇન્કાર કરતા જ પોલીસ ને અજય દેસાઈ પર શંકા પ્રબળ બની હતી જેને બાદ ઉગ્ર પૂછતાછ માં પી.આઈ એ ગુનો કબુલતા પોલીસ બેડામાં ચકચાર મચી હતી.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!