GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

વડોદરા એરપોર્ટમાં સોડિયમ હાઇપોક્લોરાઇટ યુક્ત લાલ જાજમ મુસાફરોનું સ્વાગત થશે

એરપોર્ટ

લોકડાઉનના ચોથા તબક્કામાં જનજીવન થાડે પડી રહ્યું છે અને બજારો ધમધમતા થયા છે. દરમિયાન ૨૫મી મે સોમવારથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ ચાલુ થઇ રહી છે જે માટે વડોદરા એરપોર્ટ પર તૈયારીઓ શર કરી દેવામાં આવી છે. તે પહેલા શનિવારે એરપોર્ટ પર એક મોકડ્રિલ યોજવામાં આવશે જેમાં મુસાફરોને કોરોના વાઇરસથી બચાવવા માટે ઉભી કરાયેલી વ્યવસ્થાનું ચેકિંગ થશે.

ગાઇડ લાઇન મુજબ એરપોર્ટમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

આ અંગે વાત કરતા એરપોર્ટના અધિકારીએ કહ્યું હતું કે સરકારે નક્કી કરેલી ગાઇડ લાઇન મુજબ એરપોર્ટમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એરપોર્ટમાં એન્ટ્રી બાદ પાર્કિંગમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે બે કાર વચ્ચે એક કાર જેટલુ અંતર રાખવુ પડશે અને જરૃરીયાત મુજબના વાહનોને જ એન્ટ્રી અપાશે. જે બાદ ટર્મિનલમાં એન્ટ્રીમાં મુસાફરોને અને તેમના લગેજને સેનેટાઇઝ કરવામાં આવશે.

મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ હોવા ફરજીયાત

ટર્મિનલ બિલ્ડિંગમાં ટિકિટ અને અન્ય દસ્તાવેજો સાથે તેમના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ હોવા ફરજીયાત છે. જે મુસાફરો પાસે મોબાઇલની સુવિધા નહી હોય તેમણે એક સોગંદનામા પર સહી કરીને લખી આપવુ પડશે કે તેને કોરોનાનું સંક્રમણ લાગ્યુ નથી. ટર્મિનલ બિલ્ડિંગમાં એન્ટ્રી વખતે ગેટથી અંદર તરફ ૧૨ ફૂટની લાલ જાજમ બીછાવવામાં આવી છે આ જાજમ સોડિયમ હાઇપોક્લોરાઇટ યુક્ત હશે જેથી મુસાફરોના બુટ ચપ્પલમાં પણ જો વાઇરસ હોય તો તેનો નિકાલ થઇ જાય.

ટર્મિનલ બિલ્ડિંગમાં ઠેર ઠેર હેન્ડ સેનેટાઇઝર મશીન લગાવવામાં આવ્યા

ટર્મિનલ બિલ્ડિંગમાં ઠેર ઠેર હેન્ડ સેનેટાઇઝર મશીન લગાવવામાં આવ્યા છે. જે બાદ હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ મુસાફરોનુ મેડિકલ સ્કેનિંગ કરશે.સિક્યોરિટી ચેક એરિયામાં તમામ સિક્યોરિટી સ્ટાફ પીપીઇ કીટ પહેરેલા હશે અને મુસાફરો માટે ગ્લાસ પોડિયમ મુકવામાં આવશે કે જેથી મુસાફરો અને સિક્યોરિટી સ્ટાફ વચ્ચે સીધો સંપર્ક ના થાય.

Read Also

Related posts

ગુજરાતમાં Corona બેકાબૂ : 24 કલાકમાં 492 નવા કેસ સાથે 33 લોકોનાં મોત, છૂટછાટ પડી ભારે

Mansi Patel

અમદાવાદના આ બે વિસ્તારોમાં ત્રણ વર્ષ માટે લગાવવામાં આવ્યો અશાંત ધારો, ખરીદ-વેચાણની નહીં મળે છૂટ

Nilesh Jethva

ગુજરાતમાં વીજ બિલમાં રાહતની શક્યતા, ટૂંક સમયમાં આવી શકે છે આર્થિક પેકેજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!