GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

આરોપી કોરોના પોઝિટિવ નીકળતા પોલીસ દોડતી થઇ, PSI સહિત 12 ક્વોરન્ટાઇન

Corona

પોરબંદરથી ઝડપાયેલા એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કરજણ પોલીસ સ્ટેશનના એક પીએસઆઇ, જમાદાર જીઆરડી સહિત ૧૨ વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઇન કરાતા જિલ્લા પોલીસ બેડામાં ગભરાટ ફેલાયો છે.

આ અંગેની વિગત એવી છે કે કરજણ તાલુકાની મુળ વતની પરંતુ હાલ વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતી યુવતી સાથે ઓનલાઇન સંપર્કમાં આવ્યા બાદ પોરબંદરનો યુવાન યુવતીને બ્લેકમેઇલ કરી લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. આ અંગેની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. આરોપીએ પોતાનું નામ કાના જણાવ્યું હતું અને તે ફેક એકાઉન્ટથી વાત કરી યુવતીને હેરાન કરતો હતો.

પોલીસ તપાસમાં આરોપીનું સાચુ નામ પરેશ સામજી વરાસીયા (રહે.મહોબતપુરા, તા.કુતીયાણા, જિલ્લો-પોરબંદર) જાણવા મળ્યું હતું. કરજણ પોલીસે તેની અટકાયત કરી હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ તેનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ સાથે જ કરજણ પોલીસ સ્ટેશનના સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો. આ આરોપીના સંપર્કમાં આવનાર કરજણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ, કોન્સ્ટેબલો, જીઆરડી સહિત ૧૨ વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઇન કરવા પડયા છે.

કરજણ પોલીસ સ્ટેશનનો આરોપી કોરોના પોઝિટિવ જાહેર થતા જ તંત્ર હરકતમાં આવી ગયું હતું. નગરપાલિકાએ સમગ્ર પોલીસ સ્ટેશન તેમજ પોલીસ લાઇનના મકાનોને સેનેટાઇઝ કર્યુ હતું.

Read Also

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!