ગુજરાત રાજ્યનાં વડોદરાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે વડોદરા પાસે ગમખ્વાર અકસ્માતમાં નવ જણાના મોત થયા છે. કપૂરાઇથી અમદાવાદ જતા માર્ગ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આઇસર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતા સાત જણાના કરૂણ મોત નિપજ્યા છે.

15થી વધુ લોકો ફસાયા
આઇસર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતા સાત જણાના કરૂણ મોત નિપજ્યા
ત્યારે બીજી તરફ લોકોની કારમી ચીસો અને આંક્રદના કારણે વાતાવરણ ગમગીન બન્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોનો કચ્ચરઘાણ થતા તેમાં ૧પ જણા ફસાયા હતા. ઘાયલોને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. કરૂણ ઘટનાની જાણ થતા વડોદરા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો એસએસજી હોસ્પિટલ દોડી આવ્યો હતો.

- વાઘોડિયા ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
- સુરત થી પવાગડ જતું હતું આઇસર ટેમ્પો
- દર્શન અર્થે જતાં હતાં પાવાગઢ
- આઇસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે સર્જાયા અકસ્માત..
- આઇસર ટેમ્પોમાં સવાર યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા

- ફાયર એ કામગીરી શરૂ કરી ગંભીર રીતે ઘવાયેલા ને સયાજી હોસ્પિટલ ખસેડયા…
- તાત્કાલિક સારવાર ખાતે Add. CP કલેકટર અને SDM પહોંચ્યા…
- SSG હોસ્પિટલ ના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયર પણ તાત્કાલિક ખાતે હાજર.
- બનાવ માં ૧૭ યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ જયારે ૯ યાત્રીઓ ના નિપજ્યા મોત જેમાં ૧ બાળક ,૫ મહિલા,૩ પુરુષ નો સમાવેશ..
ઉલ્લેખનીય છે કે આ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માત પગલે મુખ્યપ્રધાન રૂપાણીએ પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ત્યારે બીજી તરફ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
Saddened by the loss of lives due to a road accident near Vadodara. Instructed officials to do needful. May those who have been injured recover at the earliest. I pray for the departed souls.
— Vijay Rupani (@vijayrupanibjp) November 18, 2020
Om Shanti…
પાવાગઢથી આઇસર ટેમ્પોમાં દર્શન માટે જતા લોકોને આ અકસ્માત નડ્યો
ઉલ્લેખનીય છે કે પાવાગઢથી આઇસર ટેમ્પોમાં દર્શન માટે જતા લોકોને આ અકસ્માત નડ્યો હતો. આઇસર ટેમ્પોમાં સવાર યાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અંદાજે ૧૭ જણા ઘાયલ છે. નવ મૃતકોમાં એક બાળક.. પાંચ મહિલા.. અને ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે.
READ ALSO
- Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત
- 56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો
- વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ
- ભરૂચ: AIMIM-BTP ગઠબંધનની કાર્યકરો સાથે મળી બેઠક, સ્થાનિક ચૂંટણીઓને લઈને થઇ મંત્રણા
- બાઈક ખરીદવાનો બનાવી રહ્યા છો પ્લાન! તો અહીં મળશે કોઈ ઝંઝટ વગર ફક્ત 10 મિનિટમાં લોન