GSTV

વડોદરા : માત્ર 22 વર્ષની ભૂમિકાએ મેળવી શાનદાર જીત, જાણી લો કયા પક્ષે આ યુવતી પર મૂક્યો હતો ભરોસો

વડોદરા સહીત ગુજરાતની 6  મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે ત્યારે કોંગ્રેસના નેતાઓને આંતરિક ખેંચતાણ ભારે પડી ગઈ છે. કોંગ્રેસ પોતાની સીટો પણ બચાવી શકી નથી. સુરતમાં તો કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. પાટીદારોના ગઢમાં તો આપનો દબદબો વધ્યો છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બે વોર્ડની ચાર-ચાર મળીને આઠ બેઠકો પર જીત મેળવી છે જ્યારે એક વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો જીત્યા છે.

વડોદરામાં ભાજપના 45 તો કોંગ્રેસના 7 ઉમેદવારો આગળ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 7માં ભાજપના ચારેય ઉમેદવારની જીત થઈ છે. આ પૈકી ભાજપનાં ઉમેદવાર ભૂમિકા રાણાની વય માત્ર 22 વર્ષની જ છે. આ વોર્ડમાં કોંગ્રેસની ટિકિટ પર છેલ્લી ચૂંટણીમાં જીતેલાં ભૂતપૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાની હાર થઈ છે.

વડોદરામાં ભાજપે કોંગ્રેસ પાસેથી વોર્ડ નંબર 7માં બે બેઠકો આંચકી લીધી છે અને ભાજપનાં સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે. ભૂમિકા રાણાની ઉંમર 22 વર્ષ છે. વડોદરામાં વોર્ડ 10માં ભાજપની પેનલનો વિજય થયો હતો. ભાજપના નીતિન ડોંગા, ઉમંગ બ્રહ્મભટ્ટ, અવની સ્ટેમ્પવાલા અને લીલા મકવાણાનો વિજય થયો હતો. વિજેતા ઉમેદવારોએ વડોદરાની જનતાનો આભાર માન્યો હતો તો કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યુ ન્યૂઝીલેન્ડ: સમુદ્રમાં 10 કિમી નીચેથી મળી આવ્યુ કેન્દ્ર, સુનામીની ગંભીર ચેતવણી

Pravin Makwana

આઈશા કેસ/ આંખોમાંથી લોહી નીકળે એવો માર મારતો હતો નરાધમ, દહેજ ભૂખ્યા સાસરિયાં વારંવાર રૂપિયાની કરતા હતા ઉઘરાણી

Pravin Makwana

વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ: મોદીના જન્મદિવસ પર થશે રિલીઝ, આ કલાકાર નિભાવશે પીએમનું પાત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!