GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 17 કેસ નોંધાતા હડકંપ મચી ગયો

Corona

વડોદરામાં કોરોનાને લઇને ગંભીર પરિસ્થિતી સર્જાઇ છે. વડોદરામાં મોડી સાંજે એક સાથે નવા 17 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. નવા આવેલા આ તમામ કેસ નાગરવાડા વિસ્તારના જ છે. આમ વડોદરામાં અત્યારસુધીમાં કુલ 39 જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે. આજના દિવસમાં અગાઉના 76 અને ત્યારબાદ વડોદરાના 17 કેસ મળીને કુલ 93 કેસો સામે આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કુલ 279 દર્દી

રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 279 દર્દીઓ થઈ ગયા છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ1420608
સુરત240405
વડોદરા390206
ભાવનગર180201
ગાંધીનગર130002
રાજકોટ130004
પાટણ120100
પોરબંદર030000
ગીર-સોમનાથ020000
કચ્છ020000
મહેસાણા020000
છોટાઉદેપુર020000
આણંદ020000
મોરબી010000
પંચમહાલ010100
જામનગર010100
સાબરકાંઠા010000
દાહોદ010000
કુલ આંકડો2471726

રાજ્યમાં કુલ 17 લોકોના મોત

આજના દિવસમાં કોરોનાના ગુજરાતમાં 93 નવા કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 8 કેસ, પાટણમાં 7 કેસ, વડોદરામાં 17 કેસ , રાજકોટમાં 2 કેસ સામે આવ્યા છે. એમ મળી કુલ 21 નવા કેસ આવ્યા છે. જો કે, રાહતની વાત એ છે, આજના દિવસમાં એક પણ મરણનો કેસ આવ્યો નથી. સાથે એક પણ વ્યક્તિને ડિસ્ચાર્જ પણ કરાયો નથી. જ્યારે 3 દર્દી હાલ વેન્ટીલેટર પર છે. જ્યારે 212 સ્ટેબલ કેસ છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 26 લોકોને રજા અપાઈ છે. જ્યારે કુલ 17 લોકોના મોત થયા છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં હવામાન પલટાયું : શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના પોઝીટીવનો આંક થયો 17 હજારને પાર, છેલ્લા 3 દિવસથી 400 પ્લસ કેસ

Harshad Patel

ગુજરાતમાં રૂપાણી સરકારને કોરોનામાં મળી મોટી સફળતા, વધતા કેસ વચ્ચે હવે માત્ર 31 ટકા કેસ એક્ટિવ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!