GSTV
Home » News » ભૂખના કારણે ટપોટપ મરી રહી છે ગાયો, તંત્રના વિરોધમાં સાધુઓએ કાઢી ગૌમાતાની અંતિમ યાત્રા

ભૂખના કારણે ટપોટપ મરી રહી છે ગાયો, તંત્રના વિરોધમાં સાધુઓએ કાઢી ગૌમાતાની અંતિમ યાત્રા

બાડમેરમાં એક ગાયનું મોત થયા બાદ સાધુઓએ વિરોધ સ્વરૂપે અંતિમ યાત્રા કાઢી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂખના કારણે ગાયનું મોત થયું છે. આ દરમિયાન જય ગૌમાતા, જય ગોપાલાના નારા લગાવતા સાધુઓ અને સામાન્ય લોકોએ શબ યાત્રા કાઢી.

લોકોનો આરોપ છે કે નેશનલ ડિસાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયમોમાં વિસંગતીઓના કારણે બાડમેર અને જેસલમેર જિલ્લામાં ચારાની અછત છે. કેન્દ્ર અને રાજ્ય સરકારનું તેની તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે અંતિમ યાત્રા કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આરોપ છે કે ગત એક મહિના દરમિયાન રાજ્યના બે સરદહી જિલ્લામાં મોટી સંખ્યામાં ગાયોના મોત થયાં છે. આ મામલે સાધુ સમાજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક લાખ પોસ્ટકાર્ડ મોકલવાની તૈયારી કરી રહ્યો છે.

આ વચ્ચે બાડમેચ-જેસલમેરના પ્રભારી મંત્રી બીડી કલ્લા અને વિસ્તારથી આવતા કેબિનેટ મંત્રી સાલેહ મોહમ્મદને ચારાની અછત માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. તેમનું કહેવું છે કે ડિઝાસ્ટર રિસપોન્સ ફંડના નિયમોના કારણે રાહત કેમ્પ દ્વારા ચારો પુરો પાડવો મુશ્કેલ થઇ ગયો છે.

Read Also

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!