હવે સામે આવશે પીએમ મોદીના પત્નીની કહાની, આ એક્ટ્રેસ બનશે જશોદાબેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ આજકાલ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએમ મોદીની ભુમિકા ભજવી રહ્યાં છે. વિવેક ઓબેરોય પીએમ મોદીના લુકમાં ખૂબ જ દમદાર લાગી રહ્યાં છે. વિવેક ઓબેરોય ઉપરાંત આ ફિલ્મમાં અન્ય એક્ટર્સને પણ કાસ્ટ કરવામાં આવ્યાં છે.

આ ફિલ્મમાં એક એવું પાત્ર પણ છે જેના પર સૌકોઇની નજર છે. આ કિરદાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદા બેનનું. પીએમ મોદીની બાયોપિકમાં આ કિરદાર માટે એક્ટ્રેસ બરખા બિષ્ટને કાસ્ટ કરવામાં આવી છે.

આ અંગે બરખાએ જણાવ્યું કે, આ ફિલ્મ માટે અમે અમદાવાદમાં શુટ કરીશું અને મે આ વિશે વાંચવાનું પણ શરૂ કરી દીધું છે. આ રોલ ખૂબ જ ચેલેન્જિંગ રોલ છે કારણ કે જશોદાબેન વિશે લોકો ઘણું ઓછુ જાણે છે.

બરખાએ વધુમાં જણાવ્યું કે, મને આ રોલ માટે ગુજરાતી ભાષા શીખવી પડશે. આ કેરેક્ટરમાં તમને અનેક શેડ્સ જોવા મળશે. હું ફક્ત એટલું જ કહી શકું કે આ ફિલ્મમાં જોડાવાનો મને ગર્વ છે.

બીજી બાજુ પીએમ  મોદીનું પાત્ર ભજવી રહેલા વિવેક ઓબેરોયનું માનવું છે કે પીએમ મોદીનું પાત્ર તેમના જીવનનું સૌથી મહત્વનું પાત્ર છે અને આ ફિલ્મમાં પીએમ નરેન્દ્ર મોદી જેવો લુક મેળવવા માટે વિવેકે સખત મહેનત કરી છે. આ ફિલ્મનું શુટિંગ ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે.

ફિલ્મનું પોસ્ટર 23 અલગ-અલગ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટાઇટલ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રાખવામાં આવ્યું છે. વિવેક ઓબેરોયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લુકને કૅરી કરવા માટે પોતાના લુક્સ અને બૉડીશેપ પર પહેલાથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. શક્ય છે કે ફિલ્મ સામાન્ય ચૂંટણી પહેલા રિલિઝ કરી દેવામાં આવશે. ફેન્સ વડાપ્રધાન બનેલા વિવેક ઓબેરોયના લુકની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનીને કેવો લાગે છે તે તો જોવું રહ્યું.

જણાવી દઇએ કે રાજ્યસભા સાંસદ અને બૉક્સર મેરી કોમ પર વર્ષ 2017માં પ્રિયંકા ચોપરા અભિનિત બાયોપિક બનાવી ચુકેલા ઓમંગ કુમારે ભૂમિનું ડાયરેક્શન કર્યુ છે. વર્ષ 2013માં ક્રિશ-3, વર્ષ 2006માં ઓમકારા, વર્ષ 2002માં કંપની અને સાથિયા જેવી ફિલ્મોમાં સક્રિય રૂપે કામ કરી ચુકેલા વિવેક ઓબેરોયે પણ આ બાયોપિક માટે જોરદાર તૈયારીઓ કરી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter