GSTV

‘બરેલી કી બર્ફી’નું ટ્રેલર લોન્ચ, જોવા મળશે ક્રિતિ, આયુષ્માન અને રાજકુમારની વચ્ચે ‘લવ ટ્રાયેન્ગલ’

Last Updated on July 19, 2017 by

ક્રિતિ સેનન, રાજકુમાર રાવ અને આયુષ્મનાન ખુરાના સ્ટારર ફિલ્મ ‘બરેલી કી બર્ફી’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યુ છે. ટ્રેલરમાં બરેલીની બિટ્ટી એટલે કે ક્રિતિ સેનન ખૂબ જ બિન્દાસ જોવા મળી રહી છે. ટ્રેલરની શરૂઆતમાં ક્રિતિની જાણકારી આપતા બતાવવામાં આવ્યુ છે કે તે બરેલીમાં રહે છે, બ્રેક ડાન્સ કરે છે અને અંગ્રેજી ફિલ્મો જોવે છે. જ્યારે આયુષ્માન ખુરાના એક પ્રિન્ટિંગ પ્રેસનો માલિક છે અને રાજકુમાર રાવ સાડીની દુકાનમાં સેલ્સમેન છે.

જોકે ફિલ્મમાં રાજકુમાર રાવને ‘બરેલી કી બર્ફી’ની નામની નૉવેલનો લેખક પણ છે. ટ્રેલરમાં સૌથી રસપ્રદ કેરેક્ટર રાજકુમાર રાવ છે. ઉત્તર પ્રદેશની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મની વાર્તા નિતેશ તિવારીએ લખી છે જ્યારે ફિલ્મનું ડિરેક્શન તેમની પત્ની અશ્વિની ઐય્યરે કર્યુ છે. અશ્વિની આ પહેલા ફિલ્મ ‘નિલ બટા સન્ના’ને ડિરેક્ટ કરી ચૂકી છે.

મંગળવારે ‘બરેલી કી બર્ફી’ની પોસ્ટર લોન્ચ કર્યુ હતુ જેમાં ક્રિતિ સેનન એક ‘બરેલી કી બર્ફી’ નામની બુકને વાંચતી જોવા મળી રહી છે.

ફિલ્મ ‘બરેલી કી બર્ફી’ 18 ઓગસ્ટના રિલીઝ કરવામાં આવશે. સૂત્રોનુસાર આ જ દિવસે શ્રદ્ઘા કપૂરની ફિલ્મ ‘હસીના પારકર’ પણ રિલીઝ થઇ રહી છે જેમાં શ્રદ્ઘા કપૂર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરના કેરેક્ટરમાં જોવા મળશે.

Related posts

કેટરિના કેફથી લઇ એશ્વર્યા સુધી, આ હસીનાઓના ચહેરા પર કાળા તલ એમની સુંદરમાં કરી દે છે વધારો

Damini Patel

રણવીર કપૂર અને આલિયા ભટ્ટ પહોંચ્યા જોધપુર, શું જલ્દી વાગવા જઈ રહી છે લગ્નની શરણાઈ

Damini Patel

સ્લીવલેસ ડ્રેસમાં ક્યૂટ દેખાતી શમિતાએ લૂંટી લોકોની વાહવાહી, બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટની બહાર ચડી કેમેરાની નજરે

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!