GSTV

દુર્ઘટના / સુરતની પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગતા 2નાં મોત, 125થી વધારે લોકોનું ફાયર ફાઇટર દ્વારા રેસ્ક્યુ

Last Updated on October 18, 2021 by Dhruv Brahmbhatt

સુરતના બારડોલીના વરેલી ગામે આવેલી એક પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે 125થી વધુ કામદારોનું રેસ્ક્યુ કરાયું છે. બેઝમેન્ટ ઉપરાંત પાંચ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. જો કે, આ ઘટનાની જાણ થતાં જ સુરત કોર્પોરેશનના 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.

જો કે અનેક લોકો પોતાનો જીવ બચાવવા ઉપરના માળેથી કુદી ગયા હોવાની આશંકા છે. જ્યારે કેટલાંક કર્મચારીઓને બે હાઈડ્રોલિક ક્રેન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 10 જેટલાં કામદારોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતા સુરત મહાપાલિકાના મેયર, ડીવાયએસપી, પોલીસના અન્ય ઉચ્ચ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

બેઝમેન્ટમાંથી સળગેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો

બીએચ માખ્ખીજાની (ઇન્ચાર્જ ફાયર ઓફિસર) એ જણાવ્યું કે, આગમાં 250 થી 300 જણા ફસાઈ ગયા હોવાની વાત બાદ સુરતની 25થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર ભીષણ આગ લાગી હતી. યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈને આગ વધુ ઉગ્ર બની હતી. જેને લઈને 5માં ફ્લોર પર આવેલા એમ્બ્રોડરીના કારખાનાના કારીગરોમાં ભયનો માહોલ સર્જાયો થયો હતો અને ચારે બાજુ ભારે ભાગદોડ મચી ગઇ હતી. કેટલાંક તો ધાબા પર દોડી ગયા હતાં.

જેમાં એક કર્મચારીએ નીચે કૂદી પડતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કર્મચારીનો મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. હાઇડ્રોલિક ક્રેનની મદદથી 100થી 125 જણાને બચાવી લેવાયા હતાં. હાલમાં આગને કાબુમાં લેવાના સંપૂર્ણ પ્રયાસો ચાલુ છે.

રાજ્યમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી જ રહે છે

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક-બે દિવસ પહેલાં રાજ્યમાં બે જગ્યાએ આગની દુર્ઘટના ઘટી હતી. મહત્વનું છે કે, અવારનવાર રાજ્યમાં આગ લાગ્યાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. જેમાં વાત કરીએ તો….

અંકલેશ્વર GIDC ની શ્યામ એન્ટર પ્રાઈઝ કંપનીમાં ભીષણ આગ લાગી હતી

અંકલેશ્વર જીઆઇડીસીની શ્યામ એન્ટર પ્રાઈઝ કંપનીમાં ભીષણ આગ લાગતા ત્રણ કામદારો દાઝ્યાં હતાં. જેથી ત્રણેય કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આગને પણ સ્થાનિક ફાયર ફાઇટર દ્વારા ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

અમદાવાદના સીજી રોડ પર આવેલી એક બંધ હોટલમાં પણ સર્જાઇ હતી આગ

અત્રે નોંધનીય છે કે, બીજી બાજુ અમદાવાદના સીજી રોડ પર આવેલી એક બંધ હોટલમાં પણ આગની ઘટના બની હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. જો કે, ફાયર વિભાગની 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવા માટે પહોંચી ગઇ હતી. જ્યાર બાદ ફાયર વિભાગે આ આગ પર કાબૂ મેળવ્યો હતો. હોટલમાં પ્રવેશવા માટે કોઈ યોગ્ય પ્રવેશ દ્વાર ન હોવાના કારણે ફાયર વિભાગને કાચ અને દીવાલ તોડવાની જરૂર પડી હતી.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!