બારડોલીના ખેડૂતે વેલા પર ઉગાડ્યા બટાટાં, અશક્યને પણ શક્ય કરી બતાવ્યું

ખેતીમાં મહેનત કરો તો કંઇ પણ અશક્ય નથી. બટાટાં હંમેશાં જમીનમાં ઉગે છે. બટાટાંના ઉત્પાદનમાં ડીસા પંથક એ દેશમાં સૌથી મોખરે છે. ઉત્તર ગુજરાતમાં રવી સિઝનમાં મોટાપાયે ખેતી થાય છે. હવે કોઇ કહે કે બટાટાં વેલા પર ઉગે છે તો મોદીની જેમ ઉડાવતા નહીં કારણ કે સુરત જિલ્લાના બારડોલીના સરકારી નિવૃત કર્મચારીએ ઘરની પાછળના ભાગે વેલા પર બટાટાં ઉગાડ્યા છે. આ એવા બટાટાં છે જેનાથી ડાયાબિટીસના દર્દીઓને પણ મળે છે સંજીવની મળે છે.

જિલ્લાના ખેડૂતોમાં આકર્ષણનું કેન્દ્ર બની ખેતી

સુરત જિલ્લાના બારડોલીના કપિલ નગરમાં રહેતા ઈશ્વરભાઈ પટેલ હાલ સરકારી રિટાયર્ડ કર્મચારી છે. ખેતીના શોખને અલગ અંદાજથી પૂરો કરે છે. પેહેલેથી ખેતીમાં નવું સંશોધન કરવાની ઈચ્છા ધરાવતા ઈશ્વર ભાઈએ એવો એક નવીન પ્રયોગ કર્યો કે જે બારડોલી જ નહિ પરંતુ જિલ્લાના ખેડૂતોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા. જેણે પોતાના કુશળ ખેતીના વિચારથી પોતાના જ ઘરના વાડાનો ખેતી માટે ઉપયોગ કરી શાકભાજીનો રાજા એવા બટાકાનું વેલા પર ઉગાડવામાં સફળતા મળી છે . આ બટાકા એવા કે ઈશ્વર ભાઈના દાવા મુજબ ઓર્ગેનિક અને ડાયાબિટીસ જેવા દર્દીઓ ને પણ રાહત મળી શકે એમ છે.

મોટી જમીનની પણ જરૂર નથી

સામાન્ય રીતે બટાટાં કંદમૂળ કહેવાય છે. જે જમીનની અંદર લેવામાં આવે છે પરંતુ બારડોલીના ઈશ્વર ભાઈ પટેલ દ્વારા પ્રથમ વખત વેલા પર બટાટાંની કરેલી ખેતી આકર્ષણનું કેન્દ્ર બની છે . ઈશ્વર ભાઈની આ ખેતીની પદ્ધતિ જોતા ખેતી કરવા કોઈ મોટી જમીનની જરૂર નથી . ખેડૂત પોતાની કુશળતાથી પોતાના ખેતર તેમજ પોતાના ઘર પાછળ રહેલા વાડાનો સદઉપયોગ કરી આ પ્રકારની અલાયદી ખેતી કરી શકે છે. જો બટાટાંની વેલા પ્રયોગની ખેતીને કૃષિ વિભાગ દ્વારા પણ માન્યતા આપી સંશોધન કરાય તો કૃષિ ક્ષેત્રે પણ નવો અભિગમ બની શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter