GSTV
Ahmedabad Trending ગુજરાત

14 વર્ષની તરુણી અને 17 વર્ષનો તરુણ બે વર્ષથી પતિ-પત્નીની જેમ રહ્યાં, તરુણી ગર્ભવતી બનતાં જ…

ગર્ભવતી

બારડોલી તાલુકાના એક ગામમાં માતાની સાથે રહેવા આવેલી 14 વર્ષની તરૃણીને ગામના 17 વર્ષના તરૃણ સાથે બે વર્ષ અગાઉ પ્રેમસંબંધ થતા બંને સાથે પતિ-પત્ની તરીકે જ રહેતા હતા. તરૃણી ગર્ભવતી બનતા બારડોલી સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરતા પોલીસે તરૃણ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માંડવી તાલુકામાં રહેતી મહિલાના લગ્ન જીવનમાં બે દિકરીઓ છે. જેમાં એક 14 વર્ષની અને બીજી 13 વર્ષની છે. મહિલાના પતિનું અવસાન થતાં મહિલાએ બારડોલી તાલુકાના ગામમાં બીજા લગ્ન કર્યા હતા અને મોટી દિકરીએ માંડવી નજીકના ગામમાં દાદા સાથે રહીને ધો.8 સુધી અભ્યાસ કર્યો હતો. વર્ષ 2018માં દાદા સાથે રહેતી 14 વર્ષની સગીરા માતા સાથે રહેવા આવતા નજીકના ફળિયામાં રહેતા 17 વર્ષના તરૃણ સાથે પ્રેમસંબંધ થયો હતો. ત્રણ મહિનાના પ્રેમ સંબંધમાં સગીરા પ્રેમી સાથે તેના ઘરે રહેવા જતી રહી હતી.

તરૃણીને માતા લેવા માટે જતા હું અહીં જ રહેવાની છું તમે મને ઘરે લઇ જશો તો હું કઈ કરી બેસીશ તેમ કહેતા તરૃણીની માતા ઘરે જતી રહી હતી અને તરૃણી પોતાના પ્રેમી સાથે પતિ-પત્ની તરીકે જ રહેતી હતી. બે વર્ષના સહવાસમાં તરૃણીને 4 મહિનાથી માસિક ન આવતા સરકારી દવાખાને તપાસ કરાવતા ગર્ભવતી હોવાનું નિદાન થતા બારડોલી પોલીસને જાણ કરી હતી. પીઆઈ એમ.એમ. ગીલાતરે તરૃણીની માતાની ફરિયાદ લઇ 17 વર્ષના તરૃણ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠલ ગુનો નોંધી જરૃરી કાર્યવાહી હાથ ધરી છે.

Read Also

Related posts

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામુ કરીને પક્ષ પલટો નહીં કરવાનું આપ્યું વચન,  મતદારોને સ્ટેમ્પ પેપર લેખિતમાં આપી બાંહેધારી

HARSHAD PATEL

GUJARAT ELECTION / ‘ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે ભારે સંખ્યામાં કરો મતદાન’, રાહુલ ગાંધીની ટ્વિટ મારફતે લોકોને અપીલ

Kaushal Pancholi

LIVE! ડાંગ જિલ્લામાં 7.76 ટકા મતદાન, ઉચેડીયા-ઉપલેટામાં EVM ખોટકાયું

pratikshah
GSTV