GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

વાળ કપાવવા કે દાઢી કરાવવા માટે લેવી પડશે એડવાન્સમાં અપોઈન્ટમેન્ટ, સલુન ખોલવા માટે સરકારે રાખી આ શરતો

મહારાષ્ટ્ર સરકાર દ્વારા સલૂન ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમયે સરકારી ગાઈડલાઈન્સની કડકાઈથી પાલન કરવાનું રહેશે. સરકારી નિયમો અનુસાર ગ્રાહકોને સલૂન આવતા પહેલા અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે અને નક્કી કરેલ સમય પર સલૂન આવવાનું રહેશે. સોશિયલ ડિસ્ટેન્સિંગને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિયમ બનાવવામાં આવ્યા છે.  

દર બે કલાકે કરવુ પડશે સેનેટાઈઝ

સલૂનના માલિકોએ સરકારના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા આ વિશે જણાવ્યું કે, હું સરકારને ધન્યવાદ આપુ છું કે સલૂન ખોલવાની  દર બે કલાકમાં સેનિટાઈઝ કરો અને સેવિંગ અને કટિંગમાં ઉપયોગ થતા સામાનને ઉપયોગ કર્યા બાદ સેનિટાઈઝ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે ભારતમાં રવિવારે પહેલી વખત એક દિવસમાં કોવિડ-19ના સૌથી વધુ લગભગ 20,000 મામલા સામે આવ્યા છે.

5,28,859 પર પહોંચી સંક્રમિતોની સંખ્યા

આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 5,28,859 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા વધીને 16,095 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સવારે આઠ વાગ્યા સુધી જાહેર કરેલા આંકડાઓ અનુસાર એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 19,906 નવા મામલા સામે આવી ગયા છે. જ્યારે પાછલા 24 કલાકમાં 410 લોકોના મોત થઈ ચુક્યા છે.

આ રાજ્યમાં ફકી લોકડાઉન

દેશમાં કોરોનાની સંખ્યા 5 લાખ 28 હાજરને પાર કરી ગઈ છે. ત્યારે ઘણા એવા રાજ્યો છે. જ્યા સંક્રમણને રોકવા માટે લોકડાઉન ફરી લાગુ કરવામાં આવશે. અસામ ગુહવાટીમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને રાજ્યનાં સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે અને આ સમય દરમિયાન અહિયા માત્ર  મેડિકલ સ્ટોર અને હોસ્પિટલો ખુલ્લી રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Corona

પશ્ચિમબંગાળ અને ઝારખંડમાં પણ સરકાર દ્વારા 31 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે

જોકે અસામ સિવાય પશ્ચિમબંગાળ અને ઝારખંડમાં પણ સરકાર દ્વારા 31 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે અને રાજધાની દિલ્હીમાં પણ 31 જુલાઈ સુધી શાળાઓ બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જોકે મહત્વનું છે કે ઝારખંડ સરકારે રાજ્યમાં અમુક શરતો પણ લાગૂ કરી છે. જેમાં દુકાનદારોને તેમના ત્યા જે પણ ગ્રાહક આવે તેમના નામ નંબર અને સરનામું નોધવું પડશે અને પાંચ કરતા વધારે ગ્રાહકોને દુકાનમાં ઉભા રહેવા દેવામાં મનાઈ ફરમાવામાં આવી છે.

દેશભરમાં અનલોક-2 થશે શરૂ

આગામી દિવસમાં દેશભરમાં અનલોક-2 શરૂ થવાનું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ મન કી બાત દરમિયાન લોકડાઉનથી વધુ સતર્કતા જાળવવા અપીલ કરી હતી. તેઓ કહ્યુ કે, હંમેશ યાદ રાખવુ જોઈએ કે જો માસ્ક નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં ન આવે કે પછી અન્ય સાવધાનીઓ રાખવામાં ન આવે તો વ્યક્તિ પોતાની સાથે જ અન્યોને પણ જોખમમાં નાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન સમયે આત્મનિર્ભર ભારત પર પણ ભાર મુક્યો હતો. તેમણે ક્હયુ કે, કોઈપણ મિશન જનભાગીદારી વગર શક્ય હોતુ નથી. દેશને આત્મનિર્ભર બનાવવા માટે લોકલ ખરીદી પર પણ તેઓએ ભાર મુક્યો હતો.

Corona

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા એક કરોડને પાર

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા એક કરોડને પાર થઈ છે. જ્યારે કે, પાંચ લાખથી વધુ લોકોના કોરોનાથી મોત થયા..  તો 54 લાખથી વધુ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દુનિયામાં સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં 25.96 લાખ કેસ અને 1.28 લાખ લોકોના મોત થયા છે. જે બાદ બ્રાઝિલમાં 13 લાખ 15 હજાર કેસ અને 27 હજાર લોકોના મોત થયા છે. તો રશિયામાં 6 લાખ  72 હજાર કેસ અને 8 હજાર 969 લોકોના મોત થયા છે. દુનિયામાં કોરોનાના કેસની સંખ્યામાં ભારત ચોથા ક્રમાકે છે. ભારત બાદ યુકેમાં  3 લાખથી વધુ કેસ અને 43 હજારથી વધુ લોકોના મોત થયા છે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!