GSTV

OMG ! 56ની છાતી હોય તે જ કુહાડીથી વાળ કપાવી શકે, જુઓ વીડિયો

આજના જમાનામાં પાગલપનની પણ એક હદ હોય છે, પરંતુ ફેશન અને ટેકનોલોજીના સમન્વયથી આપણે એક એવી દુનિયા વચ્ચે આવી ગયા છીએ, જે નદીમાં હાથ ધોયા વિના નથી રહી શકતા. ત્યારે આજે વિશ્વના કેટલાક એવા વાળંદને જોઇશું જે વાળ કાપવા માટે કાતરનો નહીં પણ કુહાડાનો ઉપયોગ કરે છે. ઉપરથી તેમની વાળ કાપવાની તકનીક જોઇને લાગે કે હમણાં ગ્રાહકનું માથું ધડથી અલગ થઇ જશે.

ખૂબસુરત દેખાવા માટે તો ઠીક પણ સામાન્ય લોકોને આ તસવીર જોઇ ચોક્કસ ડર લાગશે કે વાળમાં આગ લગાવતા સમયે ક્યાંક શરીરમાં જ આગ લાગી ગઇ તો ?

આ તસવીરમાં કુહાડીનો જે રીતે વાળંદ ઉપયોગ કરી રહ્યો છે, તે જોતા લાગી રહ્યું છે કે ક્યાંક માથુ ધડથી અલગ ન કરી નાખે ?

પણ ના, આ પ્રોફેશનલ ટ્રેનર્સ હોય છે, આ વીડિયો જોઇને જ ચેક કરી લો. આ વાળંદનું નામ ડેનિસ ઇસ્ટોમિનાન છે. જે રશિયાનો રહેવાસી છે. ડેનિલનું કહેવું છે કે તેનો હાથ કુહાડી પર બિલ્કુલ સેટ થઇ ગયો છે અને તેના જેવા વાળ કોઇ નથી કાપી શકતું.

ડેનિલના મતે કાતરની જગ્યાએ કુહાડીનો ઉપયોગ કરવાથી તે સારા વાળ કાપી શકે છે. જેને ડેનિલ લોંગ એડવેન્ચરના રૂપે લે છે.

આ તો થઇ રશિયાના કુહાડીથી હેર કટિંગ કરનારા ડેનિલની વાત. પણ મોરક્કોના આ હેર ડ્રેસરને કુહાડી ઓછી પડે, તો એ હથોડીનો પણ ઉપયોગ કરી જાણે છે. જોકે આ વાતથી ડર લાગવો જોઇએ પણ કસ્ટમરોની સંખ્યા તેને ત્યાં ઘટી નથી રહી તે આશ્ચર્યજનક વાત છે.

READ ALSO 

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani

દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!