GSTV

મેલાનિયા ટ્રમ્પ પહેલા અમેરિકાના આ રાષ્ટ્રપતિઓની પત્નીઓ બની ચુકી છે ભારતની મહેમાન

bill clinton

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે ભારત યાત્રાએ આવી રહ્યાં છે. આ મુલાકાતને લઈને ટ્રમ્પની ચર્ચા થાય તે તો સ્વભાવિક છે, પણ મેલાનિયા ટ્રમ્પ પણ ઘણાં ચર્ચામાં છે. જો કે મેલાનિયા ટ્રમ્પ પહેલાં અમેરિકન ફર્સ્ટ લેડી નથી જે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ પહેલાં પણ અમેરિકાની અનેક ફર્સ્ટ લેડી ભારત આવી ચુક્યા છે.

ભારતમાં ફરવાનું જેકલીન કેનેડીનું સપનું હતું

અમેરિકાના 35માં રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીના પત્ની જેકલીન કેનેડી 1962માં ભારત આવ્યા હતા. તેઓ 9 દિવસ સુધી ભારતમાં રહ્યાં હતા. કહેવાય છે કે ભારતમાં ફરવાનું જેકલીન કેનેડીનું સપનું હતું. જેકલીન કેનેડી જ્યારે ભારત આવ્યાં ત્યારે તેમનું સ્વાગત તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યુ હતું. જેકલીન કેનેડીએ ભારતીય કલ્યરને માણ્યું હતું તેમજ હોળીના તહેવારનો પણ આનંદ માણ્યો હતો.

નિકસન ભારતમાં માત્ર 23 કલાક સુધી જ રહ્યાં

અમેરિકાના 37માં રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસન પોતાની પત્ની પેટ નિકસનની સાથે વર્ષ 1969માં ભારત આવ્યાં હતા. નિકસનની ભારત મુલાકાત અત્યાર સુધી કોઈ પણ અમેરિકાના રાષ્ટ્રપતિની સૌથી ઓછા સમયની યાત્રા હતી. નિકસન ભારતમાં માત્ર 23 કલાક સુધી જ રહ્યાં હતા. પેટ નિકસન જ્યારે ભારત આવ્યા હતા ત્યારે દેશમાં તણાવની સ્થિતિ હતી. તે સમયગાળા દરમિયાન કોંગ્રેસ અને તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તે માથાકૂટમાં હતા કે ડો. ઝાકિર હુસૈનના અચાનક મૃત્યુથી દેશના રાષ્ટ્રપતિ કોણ બનશે.

1978માં રાષ્ટ્રપતિ જીમી કાર્ટર ભારતની મુલાકાતે આવ્યાં હતા

1978માં અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ જીમી કાર્ટર ભારતની મુલાકાતે આવ્યાં હતા. તેમની સાથે તેમના પત્ની રોઝલિન કાર્ટર પણ આવ્યા હતા. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ તેમનું સ્વાગત કર્યુ હતું. રોઝલિને ભારત આવીને અહીંના કલ્ચર અંગે ઘણું જાણ્યું હતું. રોઝલિન કાર્ટરે દિલ્હીની એક સ્કૂલની મુલાકાત લીધી હતી. તો મળતી માહિતી મુજબ તેઓએ કેટલાંક ગ્રામવાસીઓને ભેટમાં ટીવી આપ્યાં હતા.

હિલેરી ક્લિન્ટન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યાં હતા

1995માં જ્યારે હિલેરી ક્લિન્ટન દક્ષિણ-પૂર્વ એશિયાના 12 દિવસની યાત્રાએ હતા તે સમયગાળા દરમિયાન જ તેઓ પોતાના પતિ બિલ ક્લિન્ટન વગર ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યાં હતા. તેમની સાથે તેમની પુત્રી ચેલસી પણ આવી હતી. જે બાદ વર્ષ 1997માં હિલેરી ક્લિન્ટન ફરી ભારતની મુલાકાતે આવ્યાં હતા અને કોલકાતામાં મધર ટેરેસાના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યાં હતા.
લૌરા બુશે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગતનો આનંદ માણ્યો

અમેરિકાના 43માં રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ પોતાની પત્ની લૌરા બુશની સાથે વર્ષ 2006માં ભારત આવ્યાં હતા. તેઓ લગભગ 60 કલાક સુધી ભારતમાં રહ્યાં હતા, તે સમયગાળા દરમિયાન લૌરા બુશે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગતનો આનંદ માણ્યો. નોયડાની ફિલ્મ સિટીમાં ફર્યા તેમજ કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતા મધર ટેરેસાની એક મિશનરી ચેરિટીમાં પણ ગયા હતા. જ્યોર્જ બુશ અને લૌરા બુશે દિલ્હીના રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

બરાક ઓબામા પત્ની મિશેલ ઓબામા સાથે બે વખત ભારત આવ્યાં

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પત્ની મિશેલ ઓબામાની સાથે વર્ષ 2010 અને 2015 એમ બે વખત ભારત આવ્યાં હતા. બરાક ઓબામા અધિકારીઓ સાથે બેઠકમાં વ્યસ્ત રહ્યાં તો મિશેલ ઓબામા દિલ્હીની નેશનલ હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમ મ્યુઝિયમમાં ફર્યા હતા. પહેલી વખત ઓબામા આવ્યાં ત્યારે તેમનું સ્વાગત તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે કર્યુ હતું.

મુંબઈની એક સ્કૂલની મુલાકાતે પણ ગયા

પહેલી વખત જ્યારે તેઓ આવ્યાં ત્યારે મુંબઈની એક સ્કૂલની મુલાકાતે પણ ગયા હતા. એટલું જ નહીં 26-11ના આતંકી હુમલામાં બચી ગયેલા લોકોને પણ મળ્યાં હતા. બીજી વખત ઓબામાની ભારત યાત્રા વખતે તેમન સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. બીજી વખત બરાક ઓબામા ભારતના ગણતંત્ર દિવસ પર ચીફ ગેસ્ટ બનીને આવ્યાં હતા. આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસના પ્રસંગે ભારત આવ્યાં હોય.

READ ALSO

Related posts

ગરમીમાં કોરોના ખતમ થઈ જશે તે વાતમાં કેટલું તથ્ય છે ? જાણો સૌથી ગરમ વિસ્તારમાં શું છે સ્થિતી

Pravin Makwana

કોરોના યુદ્ધમાં કેજરીવાલ સરકારનો 5-T પ્લાન, આ રીતે દિલ્હીની જનતા વાયરસને આપશે માત

Ankita Trada

ખેડૂતો આનંદો: સરકારે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના, 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળ્યો લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!