GSTV

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મત ગણતરી શરૂ થતા જ બબાલ, વ્યવસ્થા યોગ્ય ન હોવાનો આક્ષેપ

Last Updated on April 7, 2018 by

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મત ગણતરી શરૂ થતા જ બબાલ થઇ છે. મત ગણતરીને વ્યવસ્થા યોગ્ય ન હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. પાંચ  ઉમેદવારોએ મતગણતરી થઈ રહી છે ત્યાં જવા દેવા માંગણી કરી છે.

મતગણતરીની વ્યવસ્થાને લઈને ઉમેદવારોએ નારાજગી વ્યકત કરી છે. તેમણે ઓબ્ઝરવરને રજૂઆત પણ કરી છે. ઉમેદવારોનો આક્ષેપ કે સુરતમાં મતદાન પૂર્ણ થયા બાદ બેલેટ બોક્સના સીલ તોડીને મત નખાયા હતા.

મહત્વનુ છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત યોજાયેલી ચૂંટણી બાદ આજે મત ગણતરી હાથ ધરાઇ  છે. સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધી મતગણતરીની પ્રક્રિયાનો સમય નિયત કરાયો છે.

ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમમાં મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઇ છે. મતગણતરી માટે BCG  દ્વારા 32 ગણિતના તજજ્ઞોની મદદ લેવાઇ છે. રાજ્યભરમાં 138 બુથ પર મતદાન યોજાયુ હતુ.  જેમાં 99 ઉમેદવારોમાંથી 25 મેમ્બરોની પસંદગી કરવામાં આવશે. સ્પષ્ટ પરિણામ સામે આવતા 3 દિવસથી વધુ સમય લાગી શકે છે.

 

Related posts

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana

ભારે કરી! / કરોડોની ઉચાપત કરી પોસ્ટઓફીસનો ભેજાબાજ કર્મચારી રફુચક્કર, સોફ્ટવેરમાં દેખાડ્યાં બોગસ ટ્રાન્ઝેક્શન

Dhruv Brahmbhatt

2021ના અંતની શાનદાર ઓફર્સ/ ફક્ત 4 હજાર રૂપિયામાં મળી રહ્યું છે Miનું 32 ઈંચનું સ્માર્ટ TV, ફક્ત 3 દિવસ માટે જ છે આ ઓફર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!