GSTV

શહેરમાં લુંટારા ફરી બેફામ, મોઢા પર રૂમાલ બાંધીને એક્ટીવા પર આવેલા શખ્સોએ હીરા ભરેલી બેગ આંચકી

ઓઢવમાં જ્વેલર્સ પર ફાયરિંગ કરીને 9.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો નથી ત્યાં બાપુનગરમાં આંગડીયા પેઢીના કર્મચારી પર ગોળીબાર કરીને 8 લાખથી વધુના હીરાની લૂંટને પગલે ચકચાર મચી છે. એક્ટીવા પર મોઢે રૂમાલ બાંધીને આવેલા બે શખ્સોને શોધવા પોલીસે સીસીટીવી ફૂંટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. 

બાપુનગરમાં ડાયમંડ માર્કેટ બહાર લૂંટનો આ બનાવ બન્યો હતો. જેમાં ડાયમંડ માર્કેટમાં શૈલેષ આંગડીયા પેઢીમાં કામ કરતા જીગ્નેશ સુતરીયા 16 જાન્યુઆરી 2020ના રોજ રાત્રે અંદાજે 11 વાગ્યે 8 લાખથી વધુના હીરા ભરેલી બેગ લઈને બહાર આવ્યા હતા.

દરમિયાન સફેદ કલરના એક્ટીવા પર મોંઢા પર રૂમાલ બાંધીને આવેલા શખ્સોએ તેમની પાસેની પિસ્ટલમાંથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. બાદમાં આ શખ્સો જીગ્નેશભાઈ સાથે ઝપાઝપી કરીને હીરા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા, એમ ઝોન-5ના ડીસીપી રવિ તેજા વાસમશેઠીએ જણાવ્યુંહતું. 

આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને વેપારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ અંગે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બાપુનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

તે સિવાય બનાવની ગંભીરતાને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બનાવને નજરે જોનારાઓની પુછપરછ હાથ ધરી છે. ઉપરાંત આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે.

છેલ્લા થોડા સમયમાં શહેરના પૂર્વ વિસ્તારમાં અવારનવાર લૂંટ, હત્યા અને ચોરીના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોલીસ તંત્ર માટે અપરાધીઓને પકડવાનું ટેન્શન વધી ગયું છે.

જો કે અમદાવાદમાં દરેક ઝોનમાં પૂરતો પોલીસ સ્ટાફ ન હોવાથી સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ થઇ શકતું નથી. જેના કારણે પૂર્વ વિસ્તારના અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. આજે થયેલી આઠ લાખની આંગડિયા લૂંટમાં આરોપીઓને પકડવા પોલીસ સક્રિય બની છે પણ ગૂનો ક્યારે ઉકેલાશે તેનું કંઇ કહેવાય નહીં.

Read Also

Related posts

આ સસ્તા અનાજના દુકાનદારના એક નિર્ણયથી લોકડાઉનનું પાલન તો થયું જ પણ સાથે ગ્રાહકોને પણ રાહત મળી

Nilesh Jethva

કોરોનાનું કેવી રીતે થાય છે ટેસ્ટિંગ, આવો વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય

Nilesh Jethva

રાજ્યના આ ગામના સરપંચે ગરીબોની સેવા કરવા પરિવારના દાગીના મુક્યા ગીરવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!