GSTV
Home » News » એક વૃક્ષની કરાઈ ‘ધરપકડ’, છેલ્લા 121 વર્ષોથી સાંકળથી બાંધીને રખાયું છે આ વૃક્ષ

એક વૃક્ષની કરાઈ ‘ધરપકડ’, છેલ્લા 121 વર્ષોથી સાંકળથી બાંધીને રખાયું છે આ વૃક્ષ

તમે બ્રિટિશ રાજના ઘણાં ક્રૂર કિસ્સા સાંભળ્યા હશે. અંગ્રેજોનું શાસન ભલે સમાપ્ત થયુ હોય, પરંતુ ભારત અને પાકિસ્તાનમાં આજે પણ એવા ઘણા નિયમ અને કાયદા છે, જેનું પાલન કરવામાં આવે છે. અત્યાર સુધી તમે ફક્ત મનુષ્યો અને પ્રાણીઓને કેદ થતા સાંભળ્યા હશે પરંતુ આજે અમે તમને કઈક એવુ જણાવીશું કે જેને સાંભળીને તમે ચોંકી જશો.

શું તમે ક્યારેય ઝાડની ધરપકડ વિશે સાંભળ્યું છે, તે પણ છેલ્લા 121 વર્ષોથી? કદાચ જ તમે સાંભળ્યું હશે, પરંતુ એક કાયદાના કારણે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં એક બરગદના વૃક્ષને સાંકળોમાં બાંધીને રાખ્યું છે. પ્રાંતના લંડી કોતલમાં આ સાંકળથી બંધાયેલુ છે અને તે સમયે પણ તખ્તી પણ લગાવવામાં આવી છે, જેના પર ‘I am under arrest’ લખ્યું છે.

આ ઝાડ પાકિસ્તાનના લાંડી કોટલ આર્મીમાં છે. જેની ધરપકડ પાછળ ખૂબ જ રસપ્રદ કહાની છે. પાકિસ્તાની અખબાર ડૉનના જણાવ્યા મુજબ, આ કહાની વર્ષ 1898ની છે, જ્યારે નશામાં ધૂત બ્રિટીશ અધિકારી જેમ્સ સ્કવાયડ લાંડી કોટલ આર્મી કેન્ટોન્મેન્ટ ફરી રહ્યો હતો. આ દરમ્યાન તેમને મહેસૂસ થયુ કે સામે બરગદનુ પેડ તેની તરફ આવી રહ્યું છે.

આ અધિકારી ખૂબ ગભરાયો હતો અને તેની આજુબાજુમાં હાજર રહેલા સૈનિકોને આદેશ આપીને આ વૃક્ષની ધરપકડ કરી લેવામાં આવી હતી. સૈનિકોએ પણ આદેશનું પાલન કરીને વૃક્ષ ક્યારેય ભાગી ના જાય તેથી તેને સાંકળ દ્વારા બાંધી દીધું. 121 વર્ષ બાદ આજે પણ વૃક્ષ આવી સાંકળથી બંધાયેલુ છે. ધરપકડ કરાયેલા આ વૃક્ષ પર એક તખ્તી પણ લટકાયેલી છે, જેના પર વૃક્ષને ટાંકીને લખાયેલુ છે, ‘મેં ગિરફ્તાર હૂં.’ આજ સુધી સાંકળો એટલા માટે હટાવવામાં આવી નથી, કારણકે અંગ્રેજી શાસનની ક્રૂરતાને દર્શાવી શકાય.

સ્થાનિક લોકોનું કહેવુ છે કે આ સાંકળથી બંધાયેલુ વૃક્ષ બ્રિટિશ રાજના કાળા કાયદામાંથી એક British Raj Frontier Crimes Regulation (FCR) ડ્રેકોનિયન ફ્રન્ટિયર ક્રાઈમ રેગ્યુલેશન કાયદાની ક્રૂરતાને વિશ્વની સામે લાવે છે. આ કાયદો બ્રિટિશ શાસન દરમ્યાન પશ્તૂન વિરોધની સરખામણી કરવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. જે હેઠળ ત્યારે બ્રિટિશ સરકારને આ અધિકાર આપ્યો હતો કે તેઓ પશ્તૂન જનજાતિમાં કોઈ વ્યક્તિ અથવા પરીવાર દ્વારા ગુનો કરવાથી સીધી સજા આપી શકે છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ એફસીઆર કાયદો આજે પણ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના સંઘીય રૂપથી સંચાલિત આદિજાતિ વિસ્તારોમાં લાગુ છે. આ કાયદો ત્યાંના લોકોને અપીલ કરાવવાનો અધિકાર, કાયદાકીય પ્રતિનિધિત્વના અધિકાર અને જરૂરી પુરાવા આપવાના અધિકારથી વંચિત કરાવે છે. કાયદા મુજબ, ગુનાની પુષ્ટિ અથવા યોગ્ય જાણકારીઓ વગર પણ રહેવાસીઓની ધરપકડ કરી શકાય છે. જે હેઠળ સંઘીય સરકારને આરોપીની ખાનગી સંપત્તિને જપ્ત કરવાનો પણ અધિકાર છે. એફસીઆરને મૂળભૂત માનવ અધિકારોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

વર્ષ 2008માં પાકિસ્તાનના તત્કાલીન પીએમ યુસૂફ રજા ગિલાનીએ એફસીઆરને રદ્દ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેના પર કોઈ વાત આગળ વધી નથી. જોકે, 2011માં એફસીઆર કાયદામાં અમૂક ફેરફાર કરવામાં આવ્યાં, જેમકે ખોટા કેસો માટે સહાય, મહિલાઓ, બાળકો અને મોટા માટે પ્રતિરક્ષા જેવી ચીજ વસ્તુઓ જોડવામાં આવી. સાથે જ તેમાં જમાનતની જોગવાઈ કરવામાં આવી. જોકે, હાલમાં પાકિસ્તાનના લોકો માટે સાંકળમાં બંધાયેલુ આ વૃક્ષ એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ બની ગયુ છે. લોકો દૂર-દૂરથી સાંકળમાં બંધાયેલા આ વૃક્ષને જોવા માટે આવે છે અને સાથે તસ્વીર પણ ખેંચાવે છે.

READ ALSO

Related posts

પાકિસ્તાન ભારતમાં 100 જેટલા આતંકીઓની ઘુસણખોરી કરવાની ફિરાકમાં

Arohi

ચિદમ્બરના ઘરેથી કપડાં અને રાત્રિનું ભોજન આવ્યું, પૂછપરછ બાદ જ સુવા દીધા

Mayur

Xiaomi ના નવા Mi A3 પહેલી સેલ આજે, શરૂઆતની કીંમત તમારા ખીસ્સાને અનુકૂળ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!