GSTV
Ajab Gajab India News Trending

Love Marriageના 40 વર્ષ બાદ વૃદ્ધ દંપતીએ લીધા 7 ફેરા, પુત્રી અને જમાઈએ કરાવ્યા અનોખા લગ્ન

રાજસ્થાનના આદિવાસી બાહુલ્ય બાંસવાડામાં એક અનોખા લગ્ન થયા છે. 40 વર્ષ પહેલા અહીં લવ મેરેજ કર્યા બાદ હવે આ કપલે સાત ફેરા લીધા છે. તેઓએ ફેરા પહેલા એકબીજાને હાર પહેરાવ્યા. દંપતીના ઘરે હળદર અને મહેંદી વિધિ થઈ હતી. મહિલાઓએ ગીત ગાયું. ત્યારબાદ 60 વર્ષના વર-કન્યાના લગ્ન સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યા હતા. આ લગ્ન પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ હતા કારણ કે તેમની એક પુત્રી અને જમાઈ છે જેમણે આ લગ્ન ગોઠવ્યા હતા. આ વૃદ્ધ યુગલના લગ્નને જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ બંનેની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે.

વાસ્તવમાં, સામાજિક વિરોધને કારણે, બંને અગાઉ યોગ્ય રીતે લગ્ન કરી શક્યા ન હતા. પરંતુ તેમની એકમાત્ર પુત્રી અને જમાઈ ઈચ્છતા હતા કે વૃદ્ધ દંપતી સંપૂર્ણ વિધિ સાથે લગ્ન કરે. તેથી ઉંમરના આ છેલ્લા તબક્કામાં હવે બંનેએ સમાજની માન્યતા પ્રમાણે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલ ખૂબ જ ખુશ દેખાતું હતું.

પરિવાર અને સમાજના વિરોધનો સહન કરવો પડ્યો

લગભગ 40 વર્ષ પહેલા રૂપગઢના વડલીપાડામાં રહેતા બાબુને તલાઈપાડામાં રહેતી કાન્તા સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજાને પસંદ કરતા હતા. એ સમયે સમાજમાં પ્રેમ-લગ્ન એટલું સ્વીકાર્ય નહોતું. બંનેના પરિવારજનો તેમના લગ્નની વિરુદ્ધ હતા. જોકે, બંનેએ લવ મેરેજ કર્યા અને સાથે રહેવા લાગ્યા. આના પર તેમને પરિવાર અને સમાજના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. આ કારણે તે સમયે બંને સામાજિક રીતરિવાજો મુજબ લગ્ન કરી શક્યા ન હતા. પ્રેમ લગ્ન બાદ તેઓને એક પુત્રીનો જન્મ થયો હતો.

દીકરી અને જમાઈને દંપતીના અફસોસનો અહેસાસ હતો

લવ મેરેજ હોવા છતાં સામાજિક રીતે લગ્ન ન થઈ શકવાનો અફસોસ બાબુ અને કાન્તાના મનમાં ક્યાંક રહી ગયો હતો. તેની પુત્રી અને જમાઈને પણ આ વાતની જાણ હતી. તેથી જ બંનેએ વૃદ્ધ યુગલને ઔપચારિક રીતે લગ્નના બંધનમાં બાંધવાનું નક્કી કર્યું. બુધવારે બાબુ અને કાંતાએ સામાજિક રીતિ-રિવાજો સાથે ફેરા લીધા હતા.

લગ્નમાં આવ્યા 100 જેટલા લોકો

લગ્નમાં લગભગ 100 લોકોએ હાજરી આપી હતી. કાંતાના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા હતા. બાબુ અને કાંતાને એક જ સંતાન છે, સીમા. તેણીના લગ્ન રાજુ સાથે થયા છે. વૃદ્ધ દંપતી માટે દીકરી અને જમાઈ જ બધું છે. આ લગ્ન હાલ વિસ્તારમાં ચર્ચાનો વિષય છે.

MUST READ:

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV