GSTV

શું બુટલેગર બંસીના સુરે અમદાવાદ શહેર પોલીસ કરે છે નૃત્ય?, પ્રોહીબિશનના આરોપીની પૂછપરછની જગ્યાએ કરાઈ રહી છે તેની આગતા સ્વાગતા

Last Updated on June 18, 2021 by pratik shah

લિકર કિંગ ગણાતા એવા બંસી ઉર્ફે દેવ પરિહર ની ધરપકડ ઝોન-5 સ્ક્વોડ દ્વારા ચંદખેડામાંથી કરવામાં આવી હતી અને બંસી બુટલેગરની ધરપકડ થતા અમદાવાદમાં જાણે કે દારૂનો દુકાળ પડ્યો હોય તેવો માહોલ હાલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ બંસી એક જમાનામાં ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર પોલીસનો સૌથી વિશ્વસનીય બાતમીદર માનવામાં આવતો હતો પરંતુ આજે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની પર લાગેલા તમામ કેસોની તપાસ પોલીસ કમિશનરના આદેશથી ઝોન-4 ડીસીપી ને સોંપવામાં આવી છે.

હાલ બંસી બુટલેગરની કસ્ટડી મેઘાણીનગર પોલીસને સોંપવામાં આવી છે અને ત્યાં તેની પૂછપરછ એટલી સારી રીતે થાય છે કે લોકઅપમાં સુવામાં માટે ગાદલું આપાઈ રહ્યું છે આ સાથે જ ગરમી લાગે નહિ તે માટે થઈને લોકઅપ રૂમની બહાર એક નાનકડો ટેબલ ફેન પણ આપવામાં આવ્યો છે જેથી કરીને બંસીને કોઈપણ જાતની અગવડતા પડે નહીં માટે આ તમામ પ્રકારની વ્યવસ્થા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના આદેશથી પુરી પડાઈ રહી હોવાની વાતો ચર્ચાઇ રહી છે, એક રીતે જોવા જઈએ તો બંસી પરિહાર આમતો દારૂનો જ વ્યાપાર કરતો હતો પરંતુ દારૂની કમાઈથી કન્સ્ટ્રકશન ના વ્યવસાયમાં રોકાણ કરતો હતો આ સાથે સાથે આ હાઈટેક બુટલેગર અમદાવાદના નાના મોટા તમામ બુટલેગરોને દારૂની બોટલો સપ્લાય કરતો હતો.

yerwada jail

આ સાથે જ એક અનોખી એપ્લિકેશન થકી દારૂનો વેપલો અને તેની હેરાફેરી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવી ચૂક્યું છે… સામાન્ય સંજોગોમાં કોઈ પણ આરોપી પોલીસની કસ્ટડીમાં હોય તો તેને કોઈ પણ જાતની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી તેવું કાયદાની અંદર વણેલું છે .

ચા પાણી નાસ્તો હોટલનું જમવાનું તદઉપરાંત બંસી ને ગુટખા અને મસાલા પણ લાવી આપવામાં આવે છે પરંતુ આ તમામ ઘટનાક્રમ મેઘણીનગર પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યો છે. તે વાત માં કોઈ મીનમેખ નથી સવાલ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે એક પ્રોહીબિશનના કોઈ આરોપીની આટલી બધી આગતા સ્વગતા શા માટે કરવામાં આવી રહી છે. ખાખીની ખુમારી બુટલેગર બંસીની બાંસુરી આગળ ખરી પડી હોય તેવું લાગી રહ્યું છે.

READ ALSO

Related posts

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!