GSTV
Home » News » ઓળખો છો આ બિઝનેસમેનને, સરકારમાં ભર્યો 699 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ

ઓળખો છો આ બિઝનેસમેનને, સરકારમાં ભર્યો 699 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ

ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટના સ્થાપક સચિન બંસલે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર માટે 699 કરોડ રૂપિયા એડવાન્સ ટેક્સ પેટે ચૂકવ્યા છે. જેમાં અમેરિકન કંપની વોલમાર્ટને ફ્લિપકાર્ટમાં પોતાનો હિસ્સો વેચવાથી મળેલી રકમ પર લાગતો કેપિટલ ગેઈન ટેક્સ પણ સામેલ છે. સચિનના પાર્ટનર અને ફ્લિપકાર્ટના સહ સ્થાપક બિન્ની બંસલે પણ વોલમાર્ટને પોતાની હિસ્સેદારી વેચી હતી પણ તેમણે હજી એ ખુલાસો કર્યો નથી કે ફ્લિપકાર્ટના શેર વેચવાથી તેમને કેટલી રકમ મળી છે.

આઇટી વિભાગે ફટકારી છે નોટિસ

આઈટી વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે સચિન અને બિન્ની બંસલે હજી સુધી ફ્લિપકાર્ટને વોલમાર્ટને વેચવાના કારણે કેટલી રકમ મળી છે તેનો ખુલાસો કર્યો નથી. જોકે આઈટી  વિભાગે સચિન અને બિન્નીની સાથે સાથે ફ્લિપકાર્ટની ભાગીદારી વેચનારા બીજા શેરધારકોને પણ નોટિસ આપીને તેમને કેટલી રકમ મળી છે તેનો ખુલાસો કરવા માટે જણાવ્યુ છે.

આ જ પ્રકારની નોટિસ વોલમાર્ટને પણ મોકલવામાં આવી છે.જેમાં વોલમાર્ટને ફ્લિપકાર્ટના વિદેશી શેરધારકોના કેપિટલ ગેઈન પર વિધહોલ્ડિંગ ટેક્સ ચુકવવા માટે કહેવામાં આવ્યુ છે. ગત વર્ષે વોલમાર્ટે ફ્લિપકાર્ટને ખરીદવા માટે 16 અબજ ડોલર ચુક્વ્યા હતા.જેના બદલમાં તેને ફ્લિપકાર્ટના 77 ટકા શેર મળ્યા હતા.એ પછી વોલમાર્ટે આઈટી વિભાગને 7349 કરોડ રુપિયા વિધહોલ્ડિંગ ટેક્સ ચુકવ્યો હતો.જોકે આઈટી વિભાગ આટલા ટેક્સથી સંતુષ્ટ નથી.વોલમાર્ટેને આઈટી વિભાગે નોટિસ ફટકારીને 46 વિદેશી શેરહોલ્ડરોમાંથી દરેકને આપેલા પેમેન્ટ પર કેટલો ટેક્સ ચુકવ્યો છે તેની જાણકારી આપવા કહ્યુ છે. ફ્લિપકાર્ટનુ રજિસ્ટ્રેશન સિંગાપુરમાં થયુ છે.9 મે, 2018ના રોજ વોલમાર્ટ દ્વારા તેની ખરીદી થઈ તે પહેલા જાપાનની સોફ્ટબેંક અને ઈબે તેના સૌથી મોટા શેરધારક હતા.

Related posts

અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીની ઘોર બેદરકારી, 50થી વઘુ મુસાફરોના જીવ આ કારણે તાળવે ચોટ્યાં

Kaushik Bavishi

બિહારમાં લૂ અને ગંભીર તાવને કારણે 200થી વધુના મોત, હવાઈ સર્વેક્ષણ કરશે CM નીતીશ કુમાર

Mansi Patel

દક્ષિણ આફ્રિકાના પહાડી વિસ્તારમાં 86.7 કિ.મી.ની રેસ, ગુજરાતના દોડવીરે કરી પૂરી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!