દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જ્યાં એક બાજુ રાજકીય પાર્ટીઓમાં પ્રચાર આખરી પડાવમાં છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ પરવેશ વર્મા પર ચૂંટણી પંચે ફરી એક વાર પ્રતિબંધ લગાવ્યો છે. પરવેશ વર્મા પર 24 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચે વર્માને ચૂંટણી રેલી કરવા પર બુધવારે સાંજે 6 વાગ્યાથી લઈ ગુરૂવાર સાંજે 6 સુધી પ્રતિબંધ લગાવ્યો છે.

જણાવી દઈએ કે, એક ટીવી ચેનલમાં પરવેશ વર્માએ એક વિવાદીત નિવેદન આપ્યું હતું, જે બાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું. આ બીજી વખત છે, જ્યાં પરવેશ વર્મા પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે.


અહીં ઉલ્લેખનીય છે કે, ભાજપના આ સાંસદે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા હતા. આ નિવેદન બાદ આમ આદમી પાર્ટી ચૂંટણી પંચમાં પહોંચ્યું હતું.
READ ALSO
- અમદાવાદ/ પ્રહલાદનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસને માર માર્યો, માસ્ક નહીં પહેરવા બાબતે થઈ હતી બબાલ
- કોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…
- પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડરાની વધશે મુશ્કેલીઓ, બેનામી સંપત્તિ મામલે ઈડીએ રાજસ્થાન હાઈકોર્ટમાં કરી અરજી
- અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…
- મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત